Team VTV11:54 AM, 01 Feb 23
| Updated: 12:02 PM, 01 Feb 23
નાણામંત્રી દ્વારા દેશના હેલ્થ વિભાગને મજબૂત કરવાને લઈ બજેટમાં જાહેરાત કરતા કહ્યું કે, ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે.
નાણામંત્રી દ્વારા દેશના હેલ્થ વિભાગને મજબૂત કરવાને લઈ બજેટમાં જાહેરાત
'157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે'
'2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક રખાયો'
નિર્મલા સીતારમણ નાંણા મંત્રી તરીકે લગાતાર પાંચમું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે, નાણામંત્રી દ્વારા દેશના હેલ્થ વિભાગને મજબૂત કરવાને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશુંઃ નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈનું પેટ ખાલી ન રહે. 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું. 2014 બાદથી અમારા પ્રયાસોના કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે.