બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પાસ, આ ટેક્સ હવે નહી ભરવો પડો... 34 નવા ફેરફારોનો પણ સમાવેશ
Last Updated: 07:21 PM, 25 March 2025
લોકસભામાં આર્થિક વિધેયક 2025 પાસ થઇ ચુક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંશોધિત આર્થિક બિલ 2025 રજુ કર્યું હતું. જેને પાસ કરી દેવાયું છે. આ સંશોધનમાં ઓનલાઇન જાહેરાત પર 6 ટકા ડિજિટલ ટેક્સ અથવા ગુગલ ટેક્સને ખતમ કરવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 34 અન્ય સંશોધનોનો પણ સમાવેશ થાય છે. હવે આ બિલને ઉચ્ચ સદનમાં એટલે કે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.
ADVERTISEMENT
50.65 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
જો રાજ્યસભામાં પણ સંશોધિત આર્થિક બિલ 2025 ને મંજૂરી મળી જાય છે તો આ વિધેયક પુર્ણ થઇ જશે. નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટમાં કુલ 50.65 લાખ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જે હાલના નાણાકીય વર્ષની તુલનામાં 7.4 ટકાના ગ્રોથ છે. નાણામંત્રીએ સંસદમાં આ પ્રસ્તાવને રજુ કરવા દરમિયાન કહ્યું કે, મે જાહેરાતો માટે 6 ટકા સમાનીકરણ શુલ્ક રદ્દ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતાને દુર કરવા માટે ઓનલાઇન જાહેરાત પર સમાનીકરણ શુલ્ક ખતમ કરવામાં આવશે.
ADVERTISEMENT
11.22 લાખ કરોડ રૂપિયા માળખાગત્ત વ્યયનો પ્રસ્તાવ
આગામી નાણાકીય વર્ષ માટે પ્રસ્તાવિત મુડીગત વ્યય 11.22 લાખ કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં 15.48 લાખ કરોડ રૂપિયાનું પ્રભાવિ મુડીગત્ત વ્યયનો પણ સમાવેશ થાય છે. બજેટમાં 42.70 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રેવન્યુ કલેક્શનનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને 14.01 લાખ કરોડ રૂપિયાની ઉધારીનું પણ અનુમાન લગાવાયુ છે. કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે મહત્વપુર્ણ ફાળવણી કરવામાં આવી છે, જેમાં 1 એપ્રીલ 2025 થી શરૂ થનારા આર્થિક વર્ષ માટે 5,41,850.21 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા છે. આ ચાલુ નાણાકીય વર્ષ માટે ફાળવયેલા 4,15,365.25 કરોડ રૂપિયાની ઉલ્લેખનીય વૃદ્ધી છે.
આટલી રાજકોષીય ખાધનું અનુમાન
કેન્દ્રની યોજનાઓ માટે વર્ષ 26 માટે 16.39 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે 2024-25 માં 15.13 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. 2025-26 માં રાજ્યોમાં કુલ 25,01,284 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જે 2023-24 ન વાસ્તવિક આંકડાથી 4,91,668 કરોડ રૂપિયાના ગ્રોથને દર્શાવે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026 માટે રાજકોષીય ખાદ્ય 4.4 ટકા રહેવાનું અનુમાન છે. જે ચાલુ વર્ષે 4.8 ટકા કરતા ઓછી છે.
જીડીપીમાં પણ વધારો
નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી 3,56,97,923 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જે નાણાકીય વર્ષ 2024-25 ના સંશોધિત અનુમાનથી 10.1 ટકા વધારે છે. એનએસઓ દ્વારા આ આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં મજબુત આર્થિક વિકાસ માટે સરકારના લક્ષ્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.