મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુખ્ય ટનલનું કામ અત્યારે ટેકનિકલ કારણોસર બંધ પડ્યું છે. કેમ કે આ ટનલનું ખોદકામ જે 'ટનલ બોરિંગ મશીન' અથવા 'ટીબીએમ' દ્વારા કરવામાં આવનાર છે તે મશીન જાપાનમાંથી બનીને ત્રણ મહિના બાદ મુંબઈ આવશે. જો કે ગુજરાતમાં આ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારના રોજ મુંબઈ - અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) હેઠળ દરિયાઈ ટનલનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રોજેક્ટની પ્રગતિ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટમાં 21 કિલોમીટર લાંબી ટનલમાં થાણે ક્રીક નીચે સાત કિલોમીટરનો હિસ્સો સામેલ છે. આ ટનલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશનને શિલફાટા સાથે જોડશે. આ દરિયાઈ ટનલ દેશમાં આ પ્રકારની પહેલી ટનલ છે. મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે દરિયાની અંદરની ટનલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી ગઈ છે અને તેનું નિર્માણ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
- ક્યાં કામ અટવાયું?
મુંબઈ બુલેટ ટ્રેન બાંધકામ યોજના મુજબ બે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીનો ઓક્ટોબર 2024 સુધીમાં અને ત્રીજું ટીબીએમ 2025માં આવવાની ધારણા હતી. પ્રથમ બે ટીબીએમ ડિસેમ્બર 2024 સુધીમાં ઘણસોલી (સાવલી) થી વિક્રોલી અને વિક્રોલીથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સુધીના માર્ગોનું ખોદકામ પૂર્ણ કરવાના હતા. ત્રીજા ટીબીએમનું ખોદકામ 2025 માટે નિર્ધારીત કરવામાં આવેલ છે.
- જાપાનથી આવશે મશીન
NHSRCLના જણાવ્યા અનુસાર જાપાનમાં TBMનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે મશીન બે થી ત્રણ મહિનામાં આવી જશે. બુલેટ ટ્રેન માટેના TBMનો આકાર શહેરના મેટ્રો માટેના TBM કરતાં મોટો હશે. મેટ્રો માટે લગભગ 5-6 મીટર વ્યાસવાળા TBMનો ઉપયોગ કરવામાં આવે છે. બુલેટ ટ્રેન માટે 13.1 મીટર વ્યાસ ધરાવતા ટીબીએમનો ઉપયોગ કરવામાં આવશે.
- ક્યાં કેટલું ખોદકામ?
એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિમી લાંબી ટનલ ખોદવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ખાડી નીચે સાત કિલોમીટર લાંબી પાણીની અંદરની ટનલનો પણ સમાવેશ થાય છે. આ ટનલ જમીનની સપાટીથી 25થી 65 મીટર ઊંડી હશે. તેનો સૌથી ઊંડું કેન્દ્ર પારસિક પર્વતની નીચે 114 મીટરની ઊંડાઈએ હશે.
- કેટલી ઝડપે દોડશે ટ્રેન?
આ બે બુલેટ ટ્રેનો 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. હવા અને પ્રકાશની સાથે પર્યાવરણીય સંરક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટના 340 કિમી લાંબા ભાગમાં નિર્માણ કામ ઝડપી ગતિએ ચાલી થઈ રહ્યું છે.
- ગુજરાતમાં બુલેટ ટ્રેનની નિર્માણની સ્થિતિ
- 253 કિમી લેથિંગ, 290 કિમી ગર્ડર કાસ્ટિંગ, 343 કિમી થાંભલાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
- દરેક આઠ સ્ટેશનોનું પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ચાર સ્ટેશનો પર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.
- સુપરસ્ટ્રક્ચરનું બાંધકામ છેલ્લા તબક્કામાં છે.
- સુરત-બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે જમીનની સપાટીથી 14 મીટર ઉપર વાયડક્ટ પર પ્રથમ બે સ્ટીલ માસ્ટ લગાવીને વિદ્યુતીકરણનું કામ ચાલી રહ્યું છે.
- મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની નિર્માણની સ્થિતિ
- મુંબઈ (BKC) સ્ટેશન: 18 લાખ ઘન મીટર ખોદકામમાંથી 11 લાખ ઘન મીટર ખોદકામ પૂર્ણ થયું.
- બેઝ સ્લેબનું કાસ્ટિંગ ચાલુ છે.
- ટનલના ભાગોનું કાસ્ટિંગ ચાલુ છે.
- 25 કિલોમીટરનું પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
- સાતમાંથી પાંચ ટનલ પર કામ ચાલી રહ્યું છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ