બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film The Kashmir Files will be re-released in cinema halls Vivek Agnihotri tweeted the reason

મનોરંજન / સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ', વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી જણાવ્યું કારણ

Arohi

Last Updated: 06:03 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી છે કે તે પોતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ફરી સિનેમાઘરોમાં રી-રિલીઝ કરવા જઈ રહ્યા છે.

  • વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત 
  • ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને કરશે રી-રિલીઝ 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

વર્ષ 2022ની સૌથી વધારે ચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' એક વખત ફરી ચર્ચામાં આવી ગઈ છે. ડાયરેક્ટર વિવેદક અગ્નિહોત્રી પોતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને લઈને નવી જાણકારીઓ આપતા રહે છે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મને ઓસ્કર માટે શોર્ટલિસ્ટ કરી લેવામાં આવી છે. હવે તેમણે આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. હવે તેમણે આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી છે. વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી છે કે તે પોતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ફરી સિનેમાઘરોમાં રી-રિલીઝ કરવા જઈ રહ્યા છે. 

ટ્વીટ કરી આપી માહિતી 
હકીકતે વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેના સાથે જોડાયેલી જાણકારી શેર કરી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કરતા ટ્વીટ કર્યું, "ધ કાશ્મીર ફાઈલ્સ"ને ફરી 19 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી રહી છે. તે દિવસે કાશ્મીરી હિંદૂ નરસંહાર દિવસ છે. 

આ પહેલી વાર છે કે કોઈ ફિલ્મ વર્ષમાં બે વખત રિલીઝ થઈ રહી છે. જો તમે મોટા પડદે તેને જોવામાં ચુકી ગયા છો તો તમે તેની ટિકિટ્સ અત્યારથી જ બુક કરાવી શકો છો. 

11 માર્ચ 2022માં રિલીઝ થઈ હતી ફિલ્મ 
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ગયા વર્ષે 11 માર્ચ 2022માં રિલીઝ કરવામાં આવી હતી. ફક્ત 20થી 25 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 340 કરોડ રૂપિયાથી વધારેની કમ્પર કમાણી કરી હતી. આ ફિલ્મમાં 1990માં થયેલા કાશ્મીરી હિંદૂઓના પલાયનને દર્શાવવામાં આવ્યા છે. 

સાથે જ તેમના નરસંહારની સ્ટોરી પણ જમાવવામાં આવી છે. આ ફિલ્મમાં અભિનેતા મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને અભિનેત્રી પલ્લવી જોશી મુખ્ય ભુમિકામાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

the kashmir files tweeted vivek agnihotri ધ કાશ્મીર ફાઈલ્સ વિવેક અગ્નિહોત્રી vivek agnihotri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ