બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Film Animal box office collection Ranbir's film crossed the 100 crore mark on the second day itself
Megha
Last Updated: 09:20 AM, 3 December 2023
ADVERTISEMENT
1 ડિસેમ્બરના રોજ સીનેમાઘરમાં બે ફિલ્મો રણબીરની 'એનિમલ' અને વિક્કી કૌશલની 'સામ બહાદુર' એક સાથે રીલીઝ થઈ હતી. બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવ્યો છે આ ફિલ્મે તેની રિલીઝના પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ 116 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો. તે જ સમયે, ભારતમાં તેણે પ્રથમ દિવસે 50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં હવે બીજા દિવસના આંકડા પણ સામે આવ્યા છે.
માત્ર બે દિવસમાં 100 કરોડને પાર કરી ગઈ ફિલ્મ
આ આંકડા મુજબ રણબીર કપૂરની ફિલ્મનું ઈન્ડિયા કલેક્શન માત્ર બે દિવસમાં 100 કરોડને પાર કરી ગયું છે. પ્રારંભિક ડેટા અનુસાર, રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' એ ઓપનિંગ ડે પર 63 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એવામાં હવે બીજા દિવસે 66 કરોડ કમાઈને ફિલ્મનું કુલ કલેક્શન 100 કરોડને પાર કરીને 129.80 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે જ એનિમલ રણબીરનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓપનર બની ગયો છે. ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર હલચલ મચાવી છે અને શાહરૂખ ખાનની જવાન અને સની દેઓલની ગદર 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ADVERTISEMENT
#Animal Sat / Day 2 at national chains…
— taran adarsh (@taran_adarsh) December 2, 2023
⭐️ #PVRInox: ₹ 21.75 cr
⭐️ #Cinepolis: ₹ 5.80 cr
⭐️ Total: ₹ 27.55 cr
NOTE: Fri [entire day] was ₹ 24.60 cr… EXPECT MASSIVE TOTAL TODAY. pic.twitter.com/ZVtggqflXd
બીજા દિવસે ફિલ્મની કમાણીએ તોડયા અનેક રેકોર્ડ
24 કલાક ચાલતા એનિમલના શોએ બીજા દિવસે 'જવાન' 'પઠાણ', 'ટાઈગર 3 ' અને 'ગદર 2'ના રેકોર્ડ તોડ્યા. તે જ સમયે, તેણે તેના બીજા દિવસની કમાણીમાં 'જવાન'ને પણ પાછળ છોડી દીધો છે. જવાને બીજા દિવસે 63.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘એનિમલ’ એ 66 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે, સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'પઠાણ' બીજા દિવસના કલેક્શનમાં પાછળ રહી ગઈ હતી. બીજા દિવસે આ ફિલ્મે 70.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ
આ સાથે જ જો વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર'ની કમાણી પર નજર કરીએ તો રિપોર્ટ અનુસાર ફિલ્મે લગભગ 9.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી તેનું કુલ કલેક્શન 15.50 કરોડ સુધી પહોંચી ગયું છે. જો આપણે તેના ઓપનિંગ ડે કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે તેનું બજેટ 55 કરોડની આસપાસ છે. 'એનિમલ'ના તોફાન વચ્ચે તે કેટલું કલેક્શન કરી શકે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.