બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film adipurush recoveres rs 432 crore prabhas and kriti sanon

મનોરંજન / રીલીઝ પહેલા જ Adipurush એ કમાઈ લીધા 432 કરોડ રૂપિયા! બજેટના 85% પૈસા તો પહેલેથી જ મળી ગયા, આખરે કઈ રીતે?

Arohi

Last Updated: 12:03 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Recovered Rs 432 Crore: પ્રભાસ વર્ષની શરૂઆતથી જ પોતાની અપકમિંગ ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈને ચર્ચામાં છે. ક્યારેક પોતાની ફિલ્મના ટ્રેલરને લઈને તો ક્યારેક પોસ્ટર, ક્યારેક ખરાબ VFXથી તો ક્યારેક તેમના લુકને લઈને.

  • રીલિઝ પહેલા આદિપુરૂષે કરી શાનદાર કમાણી 
  • બજેટના 85% પૈસા તો પહેલેથી જ મળી ગયા
  • રીલિઝ પહેલા ફિલ્મ સતત રહી છે વિવાદમાં 

ડાયરેક્ટેર ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરૂષના ટ્રેલરે દર્શકોનું એક્સાઈટમેન્ટ વધારી દીધુ છે અને તેને જોવા માટે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ આ ફિલ્મ પોતાના બિઝનેસને લઈને ચર્ચામાં છે. કારણ કે તેણે રિલીઝ પહેલા જ બમ્પર કમાણી કરી લીધી છે. તમે વિચારી રહ્યા હશો કે પ્રી-બુકિંગ તો હજુ શરૂ નથી થઈ તો પછી? તો આવો અમે તમને આ વિશે જાણકારી આપીએ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

85% બજેટ રિકવર કરી ચુકી છે આદિપુરૂષ
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આદિપુરૂષ રિલીઝ પહેલા જ પોતાનું 85% બજેટ રિકવર કરી ચુકી છે એવામાં મેકર્સને તેનાથી કોઈ જોખમ નથી થવાનું. 

એક રિપોર્ટ અનુસાર 'આદિપુરૂષ'એ થિએટર્સમાં રિલીઝ થતા પહેલા જ પોતાના 500 કરોડ રૂપિયાના બજેટનું 85% વસુલ કરી લીધુ છે. ઓમ રાઉતની ફિલ્મ 432 કરોડ રૂપિયા પહેલા જ વસુલ કરી ચુકી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

ફિલ્મે કઈ રીતે કમાયા આટલા રૂપિયા? 
હકીકતે પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર 'આદિપુરૂષ'એ નોન થ્રિએટિકલ રેવેન્યૂ જેવા મ્યુઝિક રાઈટ્સ અને ડિજીટલ રાઈટ્સ દ્વારા 247 કરોડ રૂપિયા કલેક્ટ કર્યા. તેના ઉપરાંત ફિલ્મને દક્ષિણમાં પોતાના થ્રિએટિકલ રેવેન્યૂથી 185 કરોડ રૂપિયાની મિનિમમ ગેરેન્ટી પણ મળી છે. 

રિપોર્ટ અનુસાર વ્યાપાર ભવિષ્યવાણીઓથી જાણકારી મળી છે કે પ્રભાસની 'આદિપુરૂષ'ની ગ્રાન્ડ ઓપનિંગ થશે અને રિલીઝ પહેલા 3 દિવસની અંદર એકલા હિંદી વર્ઝનથી 100 કરોડ રૂપિયાની વસુલી કરી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

16 જૂને રિલીઝ થશે ફિલ્મ 
'આદિપુરૂષ' સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં પ્રભાસ અને કૃતિ સેનન ઉપરાંત સેફ અલી ખાન અને સની કૌશલ પણ મહત્વના રોલમાં છે. પહેલા આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

જોકે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મના ટ્રેલરને VFX અને સીજીઆઈ માટે પ્રતિક્રિયા મળ્યા બાદ નિર્માતાઓએ રિલીઝને સ્થગિત કરવાનો નિર્ણય લીધો. હવે ફિલ્મ 16 જૂનને સ્ક્રીન પર આવવાની છે અને તેના ગીતે દર્શકોનું દિલ જીતી લીધુ છે અને ફિલ્મનો હાઈપ ઉભો થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush Kriti Sanon Prabhas આદિપુરૂષ Film Adipurush
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ