બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / film 777 charlie rakshit shetty winning audience heart

અદભૂત / શ્વાન અને મનુષ્યની બોન્ડિંગ દર્શાવતી ફિલ્મ '777 Charlie' રિલીઝ, દર્શકોએ કહ્યું- થિયેટરમાં આંસુ લુછવા રૂમાલ જરૂર લઈ જજો

Arohi

Last Updated: 06:04 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષિતની આ ફિલ્મને દર્શકોની તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની કહાની દર્શકોના દિલને સ્પર્શી રહી છે.

  • ફિલ્મને મળી રહ્યો છે ખૂબ પ્રેમ 
  • સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી 
  • દર્શકોએ ગણાવી મસ્ટવોચ મૂવી 

રક્ષિત શેટ્ટીની મચ અવેટેડ ફિલ્મ 777 ચાર્લી આજે એટલે કે 10 જૂને રિલીઝ થઈ છે. રક્ષિત શેટ્ટી અને એક કૂતરાની આ ખાસ સ્ટોરી કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. રક્ષિતની આ ફિલ્મ (777 Charlie)ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. 

ફિલ્મની વાર્તા દર્શકોના દિલને સ્પર્શી જાય તેવી છે. ફિલ્મ જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. #777CharlieInCinema ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે ફિલ્મ 
કેટલાક દર્શકોએ ફિલ્મને ઈમોશનલ ગણાવી તો કેટલાકે આંસુ લૂછવા માટે સિનેમા હોલમાં કંઈક લઈ જવાની સલાહ આપી. નેટીઝન્સે તેને એક મહાન વાર્તા સાથે લાગણીઓ અને સુંદરતાનું સંપૂર્ણ મિશ્રણ ગણાવ્યું છે. જ્યારે ચાર્લીએ સંપૂર્ણ રીતે લાઈમલાઈટ લઈ લીધી છે. ત્યારે રક્ષિત શેટ્ટીના પણ ધર્મના રૂપમાં ભૂમિકા માટે વખાણ થઈ રહ્યા છે. પેન ઈન્ડિયા એક્ટર તરીકે રક્ષિત શેટ્ટીની આ પહેલી ફિલ્મ છે.

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા ખૂબ વખાણ 
એક યુઝરે લખ્યું, "એક હૃદયસ્પર્શી ફિલ્મ. એક માણસ અને કૂતરા વચ્ચેનો અનોખો સંબંધ. આત્મ ખોજની યાત્રા...'


અન્ય એક યુઝરે લખ્યું, ઘણા દિલને સ્પર્શી જાય તેના ક્ષણો સાથે એક શાનદાર ફિલ્મ. કલિયુગમાં ધર્મરાજની એક કથા.

યુવરાજ એસ નામના યુઝરે લખ્યું, "શાનદાર સ્ક્રીનપ્લે, ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક અને BGM અદ્ભુત હતા. મૂવીમાં ડાયલોગ્સ, કોમેડી, સારી રીતે સંતુલિત હતા અને ફિલ્મમાં ડોગ જે રીતે પર્ફોર્મ કર્યું તે ખરેખર અદ્ભુત છે."

આ સિવાય એક યુઝરે ટ્વીટ કર્યું કે, "અમે રક્ષિત શેટ્ટી સિવાય અન્ય કોઈને ધર્મના રોલમાં કલ્પના પણ કરી શકતા નથી, તેણે અદ્ભુત કામ કર્યું છે."

બીરના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, 777 ચાર્લી એ લોકોને જરૂર જોવું જોઈએ જેઓ પાળતુ પ્રાણીઓને પ્રેમ કરે છે અથવા ભૂતકાળમાં તેમની સાથે રહ્યા છે.

કેનેડાના એક યુઝરે લખ્યું, "એક કૂતરાના માલિક તરીકે કહી રહ્યો છુ કે ફિલ્મ ખૂબ જ સુંદર છે. હું રક્ષિત શેટ્ટીના પાત્ર સાથે ઘણું રિલેટ કરી શકું છું. આવી ફિલ્મો બહુ ઓછી જોવા મળે છે. જોવી જ જોઈએ."

સંકળાયેલા મુદ્દાઓ

777 charlie 777 ચાર્લી rakshit shetty રક્ષિત શેટ્ટી 777 Charlie
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ