જો તમે કરદાતા છો અને હજી સુધી પોતાનું રિટર્ન ફાઈલ નથી કર્યુ તો પછી 31 ઓગસ્ટ પહેલા કરી લો. એવું એટલા માટે કે જો તમે આ તારીખ બાદ પોતાનું રિટર્ન ફાઈલ કરો છો તો પછી દંડ ચુકવવો પડી શકે છે.
લેટ ફાઈલ કરવા પર લાગશે આટલો દંડ
જો તમે 31 ઓગસ્ટ સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યુ તો તમારા પર ઈન્કમટેક્સ એક્ટના સેક્શન 234F અંતર્ગત દંડ લાગી શકે છે. 31 ઓગસ્ટ બાદ અને 31 ડિસેમ્બર પહેલા આઈટીઆર ફાઈલ કરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ લાગશે. જ્યારે 31 ડિસેમ્બર બાદ (1 જાન્યુઆરી 2019)એ આઈટીઆર ફાઈલ કરવા પર દંડની રાશી વધીને દસ હજાર રૂપિયા થઈ જશે. જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધારે નથી તો તમારે એક હજાર રૂપિયાનો જ દંડ ભરવો પડશે.
ક્યાં સ્લેબમાં કેટલો ટેક્સ ભરવાનો રહેશે
ઈન્કમટેક્સ વિભાગે દરેક સ્લેબ માટે અલગ-અલગ ટેક્સની સીમા નક્કી કરી છે. આ ટેક્સ તમારી આવક પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જો તમારી આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો તમારે આઈટીઆર ફાઈલ કરવું અનિવાર્ય છે. જાણો ક્યા સ્લેબમાં કેટલો ટેક્સ ભરવાનો રહેશે...
આવક- 2.5 લાખથી 5 લાખ ટેક્સ- 5 ટકા
આવક- 5 લાખથી 10 લાખ ટેક્સ- 20 ટકા
આવક- 10 લાખથી ઉપર ટેક્સ-30 ટકા
આ ઉપરાંત જો તમારી આવક 50 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે તો તમારે 10 ટકા સરચાર્જ તરીકે ચૂકવવો પડશે. ઉપરાંત જો તમારી આવક 1 કરોડ રૂપિયાથી વધારે છે તો તમારે 15 ટકા સરચાર્જ આપવાનો રહેશે.