Video / વલસાડમાં બે કારચાલક વચ્ચે છુટ્ટા હાથની મારામારી, મહિલાઓએ પણ રસ્તા વચ્ચે કરી બબાલ

વલસાડમાં કલ્યાણબાગ સર્કલ નજીક બે કારચાલક વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ. એક કારમાં સવાર મહિલાઓએ પણ અન્ય કારચાલક પર હાથ ઉપાડ્યો હતો. કાર અથડાવાના કારણે બંને કારચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી. બંને કારચાલક એકબીજા પર તુટી પડ્યા હતા. જો કે, TRBના જવાન અને અન્ય લોકો વચ્ચે પડતાં મામલો શાંત પડ્યો હતો. બીજી તરફ બંને કારચાલકના ઝઘડાના કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

બ્રેકિંગ ન્યૂઝ