રાણીપ,સાબરમતી અને ચાંદખેડા વોર્ડના પ્રભારીને માર માર્યો
અમદાવાદ મનપાનો ટિકિટ વહેંચણીનો કકળાટ હવે મારામારી સુધી પહોંચ્યો છે. ટિકિટ ફાળવણીથી નારાજ રાણીપ, સાબરમતી તથા ચાંદખેડા વોર્ડના કાર્યકરોએ આ વોર્ડના કોંગ્રેસના પ્રભારી પ્રફુલ શાહને માર માર્યો હતો. આ સમ્રગ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.