મોરબી / ભાજપના નેતાઓએ કર્યુ શરમજનક કામ, સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સામે જ બાખડી પડ્યા

મોરબીની હળવદ હોસ્પિટલમાં ભાજપના બે જૂથ સામ-સામે આવ્યા છે. ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના ગ્રુપ વચ્ચે બબાલ થઈ. સાંસદ મહેન્દ્ર મુંજપરા હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. સાંસદની હાજરીમાં બે જૂથ વચ્ચે હોસ્પિટલમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતા દર્દીઓ પરેશાન થયા હતા. મહત્વનું છે કે, હળવદમાં પક્ષપલટો કરીને ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ કવાડિયાના જૂથ વચ્ચે વિવાદ જોવા મળે છે. ત્યારે આજે હળવદની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંઝપરાની હાજરીમાં જ હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આવતા બે જૂથ સામ-સામે આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ