બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ટેમ્પો ચાલક અને TRB જવાન વચ્ચે રોડ પર બબાલ, જુઓ મારામારીનો વીડિયો
Last Updated: 10:09 AM, 10 October 2024
સુરતના ટેમ્પો ચાલક અને TRB જવાન વચ્ચે જાહેર રોડ મારામારીનો વીડિયો વાયરલ થયો છે.. TRB જવાને ટેમ્પો ચાલકને ટપલીદાવ કરતા મારામારી થઇ હતી.. સુરત મિલેનિયમ માર્કેટ-1 સાઈ દર્શન માર્કેટની સામે આ ઘટના ઘટી,સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધુ હતું.. અને મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી.. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘટનાના વીડિયોમાં જોઇ શકાય છે કે ટીઆરબી જવાન દ્વારા પહેલા ટેમ્પોની અંદર બેઠેલા ચાલક પર બહારથીજ મારવામાં આવે છે.. જે બાદ રોષે ભરાયેલો ટેમ્પોચાલક ટેમ્પોનો દરવાજો ખોલી બહાર આવે છે.. અને ટીઆરબી જવાનને ધક્કો મારે છે.. આ દરમ્યાન ટેમ્પોચાલક ડિવાઇડર પર ચઢી જતા સંતુલન ગુમાવીને ડિવાડઇરની બીજી સાઇડ નીચે પડી જાય છે. અને ટીઆરબી જવાન ડીવાઇડરની પેલી સાઇડથી આખ્ખો આડો પડીને પણ ટેમ્પોચાલકને છોડતો નથી.. દરમ્યાન લોકો વચ્ચે પડતા હોય તેવું જણાઇ રહ્યું છે અને વીડિયો ત્યાંજ પુરો થઇ જાય છે.. જાણવા મળ્યા મુજબ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બન્નેએ એકબીજા સામે પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી હતી .
આ પણ વાંચોઃ ઉમરગામમાંથી ઝડપાયું MD ડ્રગ્સ બનાવવાનું કારખાનું, 3 આરોપી સંકજામાં, 3 કરોડથી વધુનું મુદ્દામાલ જપ્ત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.