જેતપુર / ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ થતા મગફળી ખરીદીની પ્રક્રિયા અટકી

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં હોબાળો થયો છે. ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ થયું છે. જેને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અટકી પડી છે. મજૂરો દ્વારા મગફળીનું વજન અને પેકીંગ બંધ કરાયું છે. મજૂરોએ મગફળીમાં માટી છે કહી મગફળીનું વજન બંધ કરતા હોબાળો થયો હતો. મજૂરોને મગફળી સાફ કરવા માટે વધારે મજૂરી મળે તે માટે તેઓ આવું બહાનું બતાવી રહ્યો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. તેમજ મજૂરો સાથે સરકારી ખરીદ અધિકારીની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે. બપોરના 2 વાગ્યાથી ટેકાની મગફળીમાં વજન કરવાનુ અને પેકીંગનું કામ બંધ છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ