મહામંથન / ભારતમાં 'કોરોના' ષડયંત્રનો ભાગ? દેશ કોરોનાની મહામારીને મ્હાત કઈ રીતે આપશે?

દેશ અને દુનિયા કોરોનાની ત્રાસદીથી ત્રસ્ત છે ત્યારે ભારતને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બિહારના બેતિયા જિલ્લાના અધિકારીનો એક પત્ર સામે આવ્યો જેમાં એવી આશંકા સેવવામાં આવી છે કે નેપાળના રસ્તે કેટલાક માફિયાઓ 40 થી 50 લોકોને ભારતમાં ઘૂસાડી શકે છે જેઓ કોરોના સંક્રમિત હોય અને આ રીતે દેશમાં કોરોના ફેલાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. જો કે આ મુદ્દામાં સીમા સુરક્ષાબળ તરફથી એવી સ્પષ્ટતા પણ થઈ છે કે અમારો પહેર સખ્ત છે એટલે કોઈ સરહદેથી દેશમાં નહીં પ્રવેશી શકે. આ તો થઈ કોરોના ફેલાવવાના ષડયંત્રની વાત ત્યારે સવાલ એ છે કે દેશ કોરોનાની મહામારીને મ્હાત કઈ રીતે આપશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ