બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Fifth major earthquake in one day in Turkey: over 5,000 dead, nationwide devastation

BIG NEWS / તુર્કીયેમાં એક જ દિવસમાં પાંચમો મોટો ભૂકંપ: 5000થી વધુ લોકોના મોત, આખા દેશમાં હાહાકાર

Priyakant

Last Updated: 02:38 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વી તુર્કીયેમાં 5.4ની તીવ્રતાનો પાંચમો ભૂકંપ આવ્યો, દેશમાં વ્યાપક વિનાશ વચ્ચે મૃત્યુઆંક 5,000 સુધી પહોંચી ગયો

  • તુર્કીયેમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
  • તુર્કીયેમાં 5.4ની તીવ્રતાનો પાંચમો ભૂકંપ આવ્યો
  • એક જ દિવસમાં પાંચમો મોટો ભૂકંપ આવતા જ્યાં જુઓ ત્યાં વિનાશ 

તુર્કીયેમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. USGS મુજબ પૂર્વી તુર્કીયેમાં 5.4ની તીવ્રતાનો પાંચમો ભૂકંપ આવ્યો છે. મહત્વનું છે કે, તુર્કીયેમાં એક જ દિવસમાં પાંચમો મોટો ભૂકંપ આવતા જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીયેમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 5,000 સુધી પહોંચી ગયો છે.

તુર્કીયેમાં આજે સવારે જ 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  આ પહેલા સોમવારે તુર્કીયેમાં ત્રણ જોરદાર ભૂકંપ આવ્યા હતા. આમાંથી પહેલો ભૂકંપ સવારે 4 વાગે 7.8ની તીવ્રતા સાથે આવ્યો હતો. તે સૌથી વધુ પાયમાલનું કારણ બન્યું. આ પછી 7.5 અને 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.તુર્કીયેમાં છેલ્લા 24 કલાકમાં 2900 લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીયે-સીરિયામાં અત્યાર સુધીમાં 4360 લોકોના મોત થયા છે. તુર્કીયેમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

તુર્કીયેમાં આવેલો ભૂકંપ 2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે. 7.9ની તીવ્રતાવાળો આ પહેલો મોટો ધરતીકંપ છે જેમાં હજારો લોકો માર્યા ગયા છે. તુર્કીયેમાં સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. તુર્કીયે અને સીરિયાના ભૂકંપના કારણે ભયંકર તબાહી વચ્ચે બંને દેશોમાં અત્યાર સુધીમાં 4000 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહત્વનું છે કે, સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીયેમાં 100 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ 77 આફ્ટરશોક આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે ત્રણ આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી.

તુર્કીયેમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક
તુર્કીયે અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. એર્દોગને ટ્વિટર પર લખ્યું, 6 ફેબ્રુઆરીએ આપણા દેશમાં આવેલા ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. સંકટની આ ઘડીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે. 12 ફેબ્રુઆરીના સૂર્યાસ્ત સુધી દેશ અને વિદેશમાં આપણા દૂતાવાસોમાં અમારો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે. 

સોમવારે તુર્કીયે અને સીરિયાના લોકોએ જોયેલી તબાહીનું દ્રશ્ય દાયકાઓ સુધી દર્દ આપી રહ્યું છે. અહીં ભૂકંપના કારણે ભયંકર તબાહી ચાલી રહી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 4000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે હજારો ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ. તુર્કીયે પ્રશાસનનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 5606 ઈમારતો ધરાશાયી થઈ છે. તબાહીનું આ જ દ્રશ્ય સીરિયામાં પણ જોવા મળ્યું છે.

તુર્કીયે અને સીરિયામાં 5000 લોકોના મોત 
તુર્કીયે અને સીરિયામાં અત્યાર સુધીમાં 5000 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15000થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે તુર્કીમાં 5600થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. એકલા  તુર્કીયેમાં 2379 લોકો માર્યા ગયાના સમાચાર છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 711 અને વિદ્રોહીના નિયંત્રણવાળા વિસ્તારોમાં 740 લોકોના મોત થયા છે. સીરિયામાં 3531 લોકો ઘાયલ છે જ્યારે તુર્કીમાં 14483 લોકો ઘાયલ છે.

ભૂકંપના 77 આંચકા અનુભવાયા, ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ મદદે દોડ્યું 
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ બાદ 77 આફ્ટરશોક આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે ત્રણ આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી. તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીને જોતા ભારત સરકારે NDRFની 2 ટીમો ત્યાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય રાહત સામગ્રી અને ડોક્ટરોની ટીમ પણ તુર્કી મોકલવામાં આવી છે.

ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી
તુર્કીયેના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, હવામાન અને દુર્ઘટનાનો વિસ્તાર બચાવ ટીમો માટે પડકારો ઉભો કરી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ટીમના હેલિકોપ્ટર પણ ઉડી શકતા નથી. એટલું જ નહીં તાજેતરમાં તુર્કીયે અને સીરિયાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Turkey earthquake Turkey earthquake live update turkey earthquake news તુર્કીયે ફરી ભૂકંપ તુર્કીયે ભૂકંપ તુર્કીયેમાં ભૂકંપનો પાંચમો આંચકો turkey earthquake live news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ