બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / India vs Qatar મેચમાં થયો ફાઉલ પ્લે, તૂટી ગયું ભારતનું ફિફા વર્લ્ડ કપ રમવાનું સપનું, જાણો સમગ્ર મામલો
Last Updated: 03:24 PM, 12 June 2024
ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ 2 મેચમાં ભારતને કતાર સામે હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો. દોહામાં રમાયેલી આ મેચમાં એક ગોલ ઘણો વિવાદાસ્પદ રહ્યો. જેનું કારણ કતારના ખેલાડી હતા. આ અંગે ભારે હોબાળો પણ થયો. પરંતુ રેફરીએ કતારની તરફેણમાં નિર્ણય આપ્યો. એવું કહી શકાય કે આ મેચમાં ભારત સાથે ફાઉલ પ્લે થયો અને તેના કારણે ભારત ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગયું અને તેનું વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
ADVERTISEMENT
We’ll leave it here!#INDQAT #IndianFootball pic.twitter.com/5KhtyOfrvS
— FanCode (@FanCode) June 11, 2024
વાસ્તવમાં થયું એવું કે મેચની 73મી મિનિટે કતાર માટે યુસુફ અયમને એક ગોલ કર્યો. આ ગોલ ઘણો વિવાદાસ્પદ રહ્યો કારણ કે બોલ લાઇનની બહાર ચાલ્યો ગયો હતો. આમ છતાં કતારના ડિફેન્ડર અલ હસને બોલને લાઇનની અંદર ખેંચીને યુસુફને પાસ કર્યો. યુસુફે કોઈ ભૂલ ન કરી અને ગોલ કરી દીધો. ઓન ફિલ્ડ અમ્પાયરે તેને પણ ગોલ જાહેર કરી દીધો. અગાઉ ટીમનો સ્કોર 1-1 હતો. ગોલ બાદ કતારે 2 ગોલ કરીને ભારત સામે લીડ મેળવી લીધી.
ADVERTISEMENT
વધુ વાંચો: IND vs USA મેચમાં ભારતના જ બે બોલરોનો સામનો કરશે ટીમ ઇન્ડિયા, બધાની નજર રોહિત-વિરાટ પર
જ્યારે રેફરીએ તેને યોગ્ય ગોલ જાહેર કર્યો તો ભારતીય ટીમે ઘણો વિરોધ કર્યો. જે બાદ રેફરી કિમ વૂ-સંગે લાઇનમેન સાથે વાત કરી અને ગોલને યોગ્ય જ કરાર કર્યો. જણાવી દઈએ કે ક્વોલિફાયર મેચમાં વીડિયો આસિસ્ટન્ટ રેફરી જેવી કોઈ સિસ્ટમ નથી. એવામાં મેદાન પરના રેફરીના નિર્ણયને જ યોગ્ય માનવામાં આવ્યો. આ વિવાદાસ્પદ નિર્ણયને કારણે ભારતને મોટું નુકસાન થયું અને તેનું વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ વનડે / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.