બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 09:05 AM, 7 December 2022
ADVERTISEMENT
પોર્ટુગલે ધમાકેદાર ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે (6 ડિસેમ્બર) મોડી રાત્રે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું. હવે પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સામે ટકરાશે, જેણે ફ્રાંસને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પોર્ટુગલની ટીમ 16 વર્ષ પછી એટલે કે વર્ષ 2006 પછી પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
રોનાલ્ડોને શરૂઆતની અગિયારમાં સ્થાન નથી
આ મેચમાં પોર્ટુગલના કોચે કપ્તાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતની ઈલેવનમાં સામેલ ન કરવાનો મોટો નિર્ણય લીધો, જે કદાચ ટીમ માટે ફાયદાકારક સાબિત થયો. રોનાલ્ડોની જગ્યાએ ગોનકાલો રામોસને શરૂઆતની XIમાં સ્થાન મળ્યું અને તેણે શાનદાર હેટ્રિક ફટકારી. અગાઉ રામોસને ગ્રુપ મેચ દરમિયાન માત્ર 10 મિનિટ રમવાની તક મળી હતી. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે રોનાલ્ડો યુરો અથવા વર્લ્ડ કપની કોઈપણ મેચમાં પોર્ટુગલની પ્રારંભિક XIનો ભાગ બની શક્યો નથી.
ADVERTISEMENT
The boy with the world at his feet 🌏 #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/MGacSyoi5Y
— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022
રામોસે આ WCની પ્રથમ હેટ્રિક બનાવી હતી
મેચની 17મી મિનિટે જોઆઓ ફેલિક્સના પાસ પરથી ગોનકાલો રામોસે શાનદાર ગોલ કરીને પોર્ટુગલે લીડ મેળવી હતી. ત્યારબાદ 39મી મિનિટે પેપેએ બ્રુનો ફર્નાન્ડિસની કોર્નર કીકને ગોલમાં ફેરવી ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. હાફ ટાઇમ સુધી પોર્ટુગીઝ ટીમ 2-0થી આગળ હતી. આ પછી 51મી મિનિટે રામોસે ડિયોગો ડાલોટના લો ક્રોસને ગોલમાં ફેરવીને ટીમને 3-0ની સરસાઈ અપાવી હતી.
પોર્ટુગીઝ ટીમ સતત આક્રમક રીતે રમી
પોર્ટુગીઝ ટીમ સતત આક્રમક રીતે રમી રહી હતી, જેનો ફાયદો પણ તેમને મળી રહ્યો હતો. રમતની 55મી મિનિટે રાફેલ ગુરેરોએ ગોલ કરીને સ્કોર 4-0 કરી દીધો હતો. જોકે સ્વિસ ટીમ પણ ગોલ કરવામાં સફળ રહી હતી. સ્વિટ્ઝર્લેન્ડ માટે આ ગોલ મેન્યુઅલ અકાંજીએ રમતની 58મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ ગોનકાલો રામોસે 67મી મિનિટે જોઆઓ ફેલિક્સના ક્રોસ પર ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. વર્તમાન વર્લ્ડ કપની આ પ્રથમ હેટ્રિક હતી.
રોનાલ્ડો 72મી મિનિટે મેદાનમાં ઉતર્યો હતો
બીજી તરફ તાળીઓના ગડગડાટ વચ્ચે રમતની 72મી મિનિટે જોઆઓ ફેલિક્સની જગ્યાએ 37 વર્ષીય રોનાલ્ડો મેદાન પર આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં પોર્ટુગલની ટીમે રમત પર કબજો જમાવી લીધો હતો અને 5-1થી આગળ હતી. રોનાલ્ડોએ કેટલીક તકો પણ ઊભી કરી હતી અને એક વખત તેણે ગોલપોસ્ટ પર પણ ફટકાર્યો હતો પરંતુ ઓફસાઈડને કારણે ગોલને નામંજૂર કરવામાં આવ્યો હતો. રોનાલ્ડો ભલે ગોલ કરી શક્યો ન હોય પરંતુ રફેલ લિયાઓએ પોર્ટુગલ માટે ઈજાના સમયમાં (90+2મી મિનિટ) ચોક્કસપણે ગોલ કરવામાં સફળ રહ્યો. લિયાઓના ગોલના કારણે પોર્ટુગલે સ્કોર 6-1 કરી દીધો જે અંત સુધી જળવાઈ રહ્યો.
The boy with the world at his feet 🌏 #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/MGacSyoi5Y
— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022
ક્વાર્ટર ફાઈનલ મેચો ફિક્સ
પોર્ટુગલની જીત સાથે FIFA વર્લ્ડ કપ 2022ની તમામ ક્વાર્ટર ફાઈનલ મેચોનો નિર્ણય થઈ ગયો છે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલનો સામનો ક્રોએશિયા સામે થશે. ત્યારબાદ નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ટક્કર થશે. આ સાથે જ પોર્ટુગલ-મોરોક્કો અને ઈંગ્લેન્ડ-ફ્રાન્સ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ પણ રમાશે.
ક્વાર્ટર-ફાઇનલ મેચ શેડ્યૂલ (ભારતીય સમય)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.