બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદી પાણી ભરાતા ખેતરમાં ઉભો પાક બળીને ખાખ, ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ
Last Updated: 08:41 PM, 11 September 2024
અગાઉ વરસાદ વિના મુરઝાતા પાક હવે અતિ વૃષ્ટિમાં કોહવાઇ ગયા
ADVERTISEMENT
ધોળકાના કોઠ ગામના વિસ્તારમાં ભારે વરસાદે ખેતીમાં મોટુ નુક્સાન પહોંચાડ્યુ છે. અગાઉ મુરઝાતા પાકને લઈ ચિંતા અનુભવતા હતા એ ખેડૂતો હવે ભારે વરસાદની સ્થિતિએ સર્જેલી સમસ્યાથી ચિંતા અનુભવી રહ્યા છે. કોઠ ગામોમાં ખેતીના પાકોમાં ભારે નુક્સાન વરસાદને લઈ સર્જાયુ છે. અને વરસાદી પાણી હજી ખેતરમાંથી ઓસર્યા નથી..જેના કારણે હાલ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાક કોહવાઇ ગયો, ખેતરોનું ધોવાણ થયું
ADVERTISEMENT
ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને લઈ પાક કોહવાઈ જવાને લઈ નુક્સાન સર્જાયુ છે, ક્યાંક ખેતરના ધોવાણ થઈ જવાને લઈ નુક્સાન સર્જાયુ છે. ખેતરોમાં ચારેબાજુ વરસાદી પાણી ફેલાયા છે. જેના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોએ હવે લાચાર થઈને ધોવાણ થયેલા ખેતરોનુ અને પાક નિષ્ફળ જવા અંગે સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.
જિલ્લાના અનેક ગામોની આ સ્થિતિ
માત્ર કોઠ ગામની જ નહીં જિલ્લાના અનેક ગામોની એ સ્થિતિ છે કે પાકમાં મોટુ નુકસાન થયું છે.. નદીના પુરના પાણી ખેતરો પર ફરી વળતા પાક હતો ન હતો થઇ ગયો છે.. આ સંજોગોમાં ખેડૂતોની નજર હવે સરકાર પર છે કે સરકાર તેમને આ નુકસાનમાં સહાય કરી તેમનું દુઃખ હળવું કરે
આ પણ વાંચોઃ સૂર્ય-શુક્રની 100 વર્ષ બાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં યુતિ, કન્યા સહિત 3 રાશિને અપાર ધનલાભ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.