બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / festivals rashi parivartan in february 2023 grah gochar sun venus mercury transit

જ્યોતિષ વિજ્ઞાન / ફેબ્રુઆરી મહિનામાં શનિ અને બુધ સહિત અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારા પર કેવી પડશે અસર

Premal

Last Updated: 02:20 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. એવામાં આવો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં કયા-કયા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે.

  • ફેબ્રુઆરી મહિનામાં કયા-કયા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે?
  • આ રાશિના જાતકોનુ બદલાશે ભાગ્ય
  • ગ્રહોની સ્થિતિથી શુભ અને અશુભ યોગ બને છે

ફેબ્રુઆરી મહિનો જલ્દી શરૂ થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ફેબ્રુઆરી મહિનો ગ્રહ અને નક્ષત્રોની દ્રષ્ટિએ ઘણો ખાસ રહેવાનો છે. જ્યોતિષ મુજબ આ મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે.

13 ફેબ્રુઆરી 2023- કુંભ રાશિમાં સૂર્ય-શનિની યુતિ

વૈદિક જ્યોતિષ મુજબ ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે ગ્રહોની સ્થિતિથી શુભ અને અશુભ યોગ બને છે. જેની અસર બધી રાશિના જાતકોના જીવનમાં જોઇ શકાય છે. પંચાગ મુજબ નવા વર્ષમાં શનિદેવ 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે. આશરે એક મહિના બાદ સૂર્યદેવ પણ 13 ફેબ્રુઆરી સોમવારે સવારે 9 વાગ્યેને 57 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 13 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્યની યુતિ કુંભ રાશિમાં હશે, જેનાથી એક અશુભ યોગ બનશે. 

15 ફેબ્રુઆરી 2023- શુક્ર ગુરૂની મીન રાશિમાં યુતિ

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ અને શુક્રને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે જ્યાં ગુરૂને ધન ધાન્ય અને ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો શુક્રને ધનના દેવ માનવામાં આવે છે. શુક્ર અને ગુરૂની યુતિ મે મહિનાના અંત સુધી રહેશે. જેનાથી દરેક રાશિના જાતકોના જીવન પર શુભ પ્રભાવ પડવાનો છે. પરંતુ આ પાંચ રાશિઓનુ ભાગ્ય આસમાાનમાં હશે. ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરીએ શુક્ર અને ગુરૂ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. શુક્ર ઉચ્ચ રાશિમાં હોવાથી માલવ્ય યોગ અને ગુરૂ પોતાની રાશિમાં હોવાથી હંસરાજ યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. 

7 ફેબ્રૂઆરી 2023- બુધ ગોચર 2023

જ્યોતિષ ગણતરી મુજબ, બુધ ગ્રહ 7 ફેબ્રુઆરી 2023 મંગળવારે સવારે 7 વાગ્યેને 38 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. બુધનો આ ગોચર અનેક રાશિઓ માટે લાભદાયી સિદ્ધ થશે. બુધનો મકર રાશિમાં પ્રવેશ કરવાથી મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા અને કુંભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ ઉપરાંત વેપાર અને નોકરીમાં પણ લાભ મળશે. 

27 ફેબ્રુઆરી 2023- કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને બુધની યુતિ

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનુ ઘણુ મહત્વ હોય છે. ગ્રહોના સંચારથી બનતો રાજયોગ ઘણી વખત અમુક રાશિઓ માટે લાભદાયી સિદ્ધ થાય છે. જેમાંથી એક છે સૂર્ય અને બુધ ગ્રહના સંચારથી બનતો બુધાદિત્ય રાજયોગ. ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને બુધની યુતિ થશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Grah Gochar 2023 Rashi parivartan રાશિ પરિવર્તન Grah Gochar 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ