fertilizer prices can rise because of russia ukraine war
નુકસાન /
ભારતના ખેડૂતો પર પડશે યુદ્ધની માઠી અસર, પાક માટે જરૂરી આ વસ્તુ થઈ શકે છે મોંઘી
Team VTV04:26 PM, 04 Mar 22
| Updated: 04:27 PM, 04 Mar 22
રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધની અસર કૃષિ ક્ષેત્ર પર પણ પડી શકે છે.રશિયા તથા બેલારુસ પોટાશનાં સૌથી મોટા નિકાસકાર છે આવામાં જાણો શા માટે તથા કેટલી વધી શકે છે કિંમત
ખેડૂતોનાં ખિસ્સા પર પડશે અસર
રશિયા-યુક્રેન વચ્ચે જંગ
રશિયા છે પોટાશનું મોટું નિકાસકાર
યુદ્ધની ખેતી પર અસર
રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધની અસર કૃષિ ક્ષેત્ર પર પણ પડી શકે છે. ખાતરનાં ઉત્પાદન માટે પોટાશ જરૂરી છે તથા ભારત ભારે માત્રામાં પોટાશની આયાત કરે છે. રશિયા તથા બેલારુસ પોટાશનાં સૌથી મોટા નિકાસકાર છે પરંતુ યુક્રેન સાથે યુદ્ધને કારણે પોટાશની આપૂર્તિ સંકટમાં છે. યુક્રેન પણ પોટાશની નિકાસ કરે છે.
રશિયા-બેલારુસથી પોટાશ આયાત કરે છે ભારત
ભારતનાં કુલ ખાતર આયાતનો 10 થી 12 ટકા હિસ્સો રશિયા, યુક્રેન તથા બેલારુસનો છે. આ યુદ્ધ પહેલા ભારત, રશિયાનાં બંદરગાહોનાં માધ્યમથી બેલારુસનું પોટાશ લાવવાની યોજનાઓ બનાવી રહ્યું હતું, પરંતુ પ્રતિબંધોને કારણે આ પ્લાન ફેલ થતો જોવા મળે છે.
કેનેડા ઉત્પાદન વધારવા માટે અસહેમત
આ ઉપરાંત પોટાશ ઉત્પાદન કરવાવાળા અન્ય દેશ જેવા કે કેનેડા પોતાનું ઉત્પાદન વધારવા માટે અસહેમત છે તથા આ જ કારણે વૈશ્વિક બજારમાં તેનો ભાવ વધારે છે. ખાતરનાં વધારે ભાવને કારણે કેંદ્ર સરકારે અધિક અનુદાન આપવું પડી શકે છે. ચાલુ વર્ષમાં પોટાશની આયાત લગભગ 280 ડોલર પ્રતિ મેટ્રિક ટન નાં ભાવમાં કરવામાં આવે છે પરંતુ અછતનાં સંકટને કારણે આ ભાવ 500 થી 600 ડોલર પ્રતિ મેટ્રિક ટન થઇ શકે છે.
આયાતમાં બાધા
ક્રિસિલ રેટિંગનાં નિદેશક નીતેશ જૈનનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની પોટાશ આયાત પર અસર જોવા મળશે. પેમેંટ તથા લોજીસ્ટીક આયાત માટે બધા બનશે.
ઇન્ડિયા રેટિંગ એંડ રિસર્ચનાં સિનીયર એનાલિસ્ટ પલ્લવી ભાટીએ કહ્યું કે રશિયા પોટાશનું ખૂબ જ મોટું નિકાસકાર છે. આજ કારણે આયાત મુલ્યમાં ખૂબ જ વધારો થઇ શકે છે. આ ઉપરાંત, યૂરિયાનાં ઉત્પાદન માટે જરૂરી ગેસની કિંમતો પણ વધી છે, જેની અસર પણ પોટાશની કિંમતો પર થઇ શકે છે.