Fertilizer after Groundnut, Tuver scam; Farmer Helpless from everywhere
મહામંથન /
મગફળી, તુવેર બાદ ખાતર... ચોતરફ ગોલમાલ ખેડૂત લાચાર, પાકવીમાની પણ પળોજણ
Team VTV10:47 PM, 14 May 19
| Updated: 08:07 PM, 18 May 19
જય જવાન જય કિસાન...આ નારો આપીને ગયા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલબહુદાર શાસ્ત્રી...જો કે તે નારો આપ્યાને વર્ષો વીત્યા હોવા છતા પણ આજે દેશના ખેડૂતની સ્થિતિમાં સુધાર આવી શક્યો નથી... આ નારો આપવા પાછળ તેમનો ઉદેશ હતો ખેડૂતો અને જવાનોની સ્થિતિમાં સુધાર લાવવાનો...પરંતુ સરકાર માટે હાલ તો ખેડૂતો ગૌણ બની ગયા હોય તેવું લાગે છે..વાત કરીએ ગુજરાતની તો એક બાદ એક સામે આવી રહેલા મગફળી અને તુવેરમાં કૌભાંડ,પાકવિમાની ચૂકવણીમાં ઉદાસિનતા આ તમામ બાબતો તેના ઉદાહરણ છે..મગફળી અને તુવેરકાંડના કૌભાંડીઓ હજુ પણ બેખૌફ બહાર ફરી રહ્યા છે.તો બીજી તરફ વિમા કંપનીઓ પણ ખેડૂતોની દુશ્મન બનીને બેઠી છે..આવી સ્થિતિમાં સરકાર દાવાઓ તો મસમોટા કરે છે પરંતુ તે માત્ર વાતો જ બની રહી છે..ત્યારે સવાલ એ છે કે શું સરકાર ખરેખર ખેડૂતોને લઈને ગંભીર છે ખરી? શા માટે ખેડૂતોનું મારી ખાનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં રાહ જોવામાં આવે