બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / fennel seeds for diabetes souf is very effective to control blood sugar level

ચિંતા ના કરતા / ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવુ કામ કરે છે વરિયાળી, બસ આ રીતે કરો સેવન

Premal

Last Updated: 03:40 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક સામાન્ય પરંતુ ગંભીર બિમારી છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી છે. જો તેને કંટ્રોલ ના કરવામાં આવે તો તેનાથી શરીરના અલગ-અલગ અંગો પર ખરાબ અસર થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે દર્દીઓ દવાનો સહારો લેતા હોય છે. પરંતુ આ સિવાય જો તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે તમારા શુગર લેવલને નિયંત્રણમાં લાવી શકો છો.

 • ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી
 • દવા સિવાય તમે પ્રાકૃતિક રીતે શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો
 • ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી દવા સમાન

મધુપ્રમેહના દર્દીઓ માટે વરિયાળી છે અસરકારક

એવામાં આજે અમે તમને જણાવીશું કે વરિયાળીનો ઉપાય જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક થઇ શકે છે. આવો જાણીએ છીએ શુગરના દર્દીઓ માટે વરિયાળી કેટલી ગુણકારી છે. એક સંશોધન મુજબ ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી દવા સમાન છે. જેનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં લાવવામાં મદદ મળે છે. જ્યારે વરિયાળીના દાણામાં ફાઇટોકેમિકલ્સ રહેલુ હોય છે, જે ખૂબ શક્તિશાળી એન્ટી ઑક્સિડેન્ટ છે. આ બધા તત્વો શરીરમાં ઈન્સુલિન રેસિસટન્સની મુશ્કેલી ઘટાડે છે અને શરીરમાં ઈન્સુલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે, જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

ડાયાબિટીસના દર્દીઓ કરે વરિયાળીનું સેવન 

 • ડાયાબિટીસના દર્દીઓ આ રીતે કરે વરિયાળીનું સેવન
 • ડાયાબિટીસના દર્દીઓ ચામાં વરિયાળી મિલાવીને પીવે.
 • જેના માટે 250 મિલી પાણી અને 4 નાની ચમચી વરિયાળી લે. 
 • ત્યારબાદ હવે એક નાની તપેલીમાં પાણી મુકીને ઉકાળો.
 • જ્યારે પાણી અડધુ થાય ત્યારે તેમાં 4 ચમચી વરિયાળી નાખી દો.
 • આ વાતનું ધ્યાન રાખો કે વરિયાળી નાખ્યા બાદ પાણી વધુ સમય સુધી ઉકાળશો નહીં.
 • જ્યારે પાણી ઉકળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દો અને પાણીને થોડા સમય માટે તપેલીમાં આવી રીતે રહેવા દો.
 • ત્યારબાદ પાણીને ગાળી લો.

સંકળાયેલા મુદ્દાઓ

Blood Sugar Level Control Blood Sugar Level diabetes fennel seeds Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ