બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / female teacher was haunted by phantom in class villagers locked the school

અંધશ્રદ્ધા / Video: મહિલા ટીચરને શરૂ ક્લાસમાં ભૂત વળગ્યું! ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી

Kishor

Last Updated: 11:26 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળ તાલુકાના પાનસરા ગામે શાળામાં મહિલા ટીચર ચાલુ ક્લાસમાં ધૂણતા હોવાથી ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી હતી.

  • માંગરોળ તાલુકાના પાનસરામાં મહિલા ટીચર ક્લાસમાં ધૂણ્યા
  • ભૂતના ડરથી ક્લાસ છોડી ભાગ્યા બાળકો
  • ગામલોકો શાળાની કરી તાળાબંધી

સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપ્ત હોય તેનો ઈલાજ પણ શક્ય છે.પરંતુ  કોઈ શાળામાં જ અંધશ્રદ્ધા મજબૂત બને તેવી ગતિવિધિ ચાલતી હોય તો તેનો ઇલાજ ક્યાંથી શોધવો? વાત એમ છે કે, સરસ્વતીના મંદિરમાં કોઈ દુષ્ટાત્માના કથિત પ્રવેશની ઘટના માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવી છે. અહીં એક શિક્ષિકા ચાલુ ક્લાસે ધુણવા લાગે છે આ બધું ભૂત કરે છે તેમ માની બાળકો ક્લાસ છોડીને બહાર દોડી ગયા હતા. 

 
 

ટીચરનું રહસ્યમય સ્વરૂપ જોઈને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા

માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના સામે આવી છે. એક મહિલા ટીચર ક્લાસ રૂમમાં બેઠા બેઠા ધુણતા હોવાનું સામે આવ્યું છે. તેઓ પાટલી પર માથું ઢાળીને રડી રહ્યા હતા અને જાણે કોઈ પ્રેતાત્મા તેમને પીડા આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ટીચરને આવી સ્થિતિમાં જોઈને બાળકો ગભરાઈ ગયા હતા તો કેટલાક બાળકોએ હિંમત એકઠી કરીને ટીચરની આવી મનોસ્થિતિનો વીડિયો શૂટ કરી લીધો હતો. જે વીડિયોમાં ટીચર ક્લાસરૂમની ફરસ પર આળોટતા દ્રશ્યમાંન થાય છે.  ટીચરનું રહસ્યમય સ્વરૂપ જોઈને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને  લાગે છે કે ટીચરમાં ભૂતનો પ્રવેશ થઈ ગયો છે. આ શિક્ષિકા દ્વારા થઈ રહેલી આ રહસ્યમય હરકતથી સાથી શિક્ષકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે.  

 શિક્ષિકાના ચહેરા પર ઉદાસી કે કોઈ ઘેરા વિષાદની રેખાઓ 
 
આ શિક્ષિકા છેલ્લાં ઘણા સમયથી આ પ્રકારની રહસ્યમય ગતિવિધિથી પીડિત છે. તેઓ નિયમિત શાળાએ તો આવે છે. પરંતુ તેમની મન: સ્થિતિ સહજ હોય તેવું લાગતું નથી.તેઓ હંમેશા ઊદાસ લાગે છે. તેઓ ઘણી વાર જાણે શૂન્યમનસ્ક થઈ જાય છે. ઉદાસી કે કોઈ ઘેરા વિષાદની રેખાઓ તેમના ચહેરા પર જોવા મળે છે.આ શિક્ષિકા મોટાભાગનો સમય કોઈને કોઈ વિચારમાં તલ્લીન રહે છે.. ત્યારે તેમની ક્લાસમાં ધુણવા જેવી પ્રવૃત્તિથી બાળકોમાં ભય ફેલાય છે અને તેમનું શિક્ષણકાર્ય ખોરંભાય છે. આવું છેલ્લાં બે ત્રણ વર્ષથી ચાલે છે આથી હવે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે. 
 
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા

જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટના ને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી તેમણે જેમ બને એમ સમસ્યાનું જલદી નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આ શિક્ષિકા આવું શા માટે કરે છે અથવા તો તેમને આવું કેમ થાય છે તે મેડિકલ તપાસનો વિષય છે.પરંતુ આનું નિરાકરણ લાવવા તંત્ર અને સમાજે સતર્ક થઈ જવું જરૂરી બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ