બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:35 PM, 25 January 2025
ઉબેરનો એક ડ્રાઈવર બેશરમ થતો જોવા મળ્યો હતો. દિલ્હીમાં એક મહિલા વકીલને ગંદા મેસેજ મોકલીને પરેશાન કરી હતી. હકીકતમાં દિલ્હીની મહિલા વકીલ તાન્યા શર્માએ ઓફિસ જવા ઉબેરની ટેક્સી બુક કરાવી હતી. બુક કરાવીને તાન્યાએ ડ્રાઈવરને કહ્યું કે તેને આવતાં 5 મિનિટ મોડુ થશે બસ, પછી ડ્રાઈવરે વળતા ગંદા મેસેજ મોકલવાનું શરુ કર્યું હતું. ડ્રાઈવરે લખ્યું જલદી આવને બહુ મન થાય છે. ડ્રાઈવરના જવાબથી તાન્યાને ભારે આઘાત લાગ્યો અને તેણે સીધી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ ઉબેરવાળાએ પણ આ મુદ્દે વલણ અપનાવ્યું પરંતુ વિવાદ થતાં તેણે એક્શન લીધું અને ડ્રાઈવરે બરખાસ્ત કર્યો હતો.
ADVERTISEMENT
મહિલા વકીલે શું કહ્યું
ADVERTISEMENT
તાન્યાએ આ આખી ઘટનાનું વર્ણ કરતાં કહ્યું કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, અને તેમ છતાં, દરરોજ સ્થિતિ એટલી દયનીય અને આઘાતજનક છે કે એક ઓટો ડ્રાઈવર તમને દિવસના અજવાળામાં હેરાન-પરેશાન કરી શકે છે. શહેરમાં મેં ઉબેર બુક કરાવી તો ડ્રાઈવરે મને ગંદા મેસેજ મોકલ્યાં હતા જે પછી મે રાઈડ કેન્સલ કરાવી નાખી અને ફરીયાદ કરી.
ઉબેરે ડ્રાઈવરને બરખાસ્ત કર્યો
આ ઘટનાના સોશિયલ મીડિયામાં હોબાળો મથતાં ઉબેરે ડ્રાઈવરને બરખાસ્ત કરી નાખ્યો હતો. રાઈડ બુક કરાવતાં લોકોએ આ ઘટનાથી ચેતી જવાની જરુર છે. ડ્રાઈવરો આવા પણ નીકળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.