બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:05 PM, 6 July 2025
Rajasthan News : રાજસ્થાનમાં હનીટ્રેપના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે તેનો સકંજો સામાન્ય લોકો સુધી પહોંચી ચુક્યો છે. એવો જ એક ચોંકાવનારો મામલો અલવર જિલ્લાના બાનસુરમાં સામે આવ્યો છે. જ્યાં એક મહિલા શિક્ષકે એક યુવકને ખોટા બળાત્કારનાં કેસમાં ફસાવવાની ધમકી આપીને વર્ષો સુધી લાખો રૂપિયાની વસુલી કરી હતી.
ADVERTISEMENT
હનીટ્રેપ કેસમાં સરકારી શિક્ષકની ધરપકડ
પોલીસ અધીક્ષક રાજન દુષ્યંતનાં નિર્દેશનમાં બાનસૂર પોલીસે આ હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ કરીને મહિલા આરોપીની 5 જુલાઇએ ધરપકડ કરી લીધી હતી. આરોપી મહિલા શિક્ષણ વિભાગમાં કાર્યરત છે અને ગત્ત છ વર્ષથી પીડિત પરિવારને માનસિક રીતે પરેશાન કરી રહી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : કેસ એક, પુરાવા અનેક, છતાંય 25 વર્ષે આરોપીને પકડવામાં પોલીસ નાકામ, મગજના તાર હલાવી દેશે આ મર્ડર મિસ્ટ્રી
શિક્ષિકાએ ઘરે બોલાવીને રચ્યું હતું કાવત્રું
ADVERTISEMENT
ફરિયાદીએ 23 જુન 2025 નાં રોજ પોલીસ કેસ કર્યો હતો કે આરોપી મહિલાએ યુવકને પોતાના ઘરે સાલિમાર બોલાવ્યો અને ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને મોટી રકમ માંગવા લાગી હતી. પરિવાર ગભરાઇ ગયો અને તેને પૈસા ચુકવી દીધા હતા. જો કે પછી શિક્ષિકા સમયાંતરે સતત માંગણી કરતી રહી અને પરિવાર ચુકવતો રહ્યો.
મેડમે 25 લાખ રૂપિયા પડાવ્યા
ADVERTISEMENT
25 લાખ રૂપિયાની બ્લેકમેલિંગની રકમ પડાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2019 થી અત્યાર સુધી મહિલા આશરે 25 લાખ રૂપિયા હપ્તે હપ્તે વસુલી ચુક છે. આ રકમ ક્યારેક કેસ પરત ખેંચવા તો ક્યારેક કોર્ટ કે પોલીસથી બચવાનાં નામે લેવાયા હતા.
હવે અલવર કોર્ટ ફટકારશે સજા
ADVERTISEMENT
ધરપકડ બાદ મોકલાયું કે, ન્યાયિક કસ્ટડીમાં પોલીસને જ્યારે પુરતા પુરવા એકત્ર કર્યા તો 5 જુલાઇએ મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવામાં આવી. જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. પોલીસ હવે મહિલાના મોબાઇલ અને બેંક ખાતાની તપાસ કરી રહી છે. જેથી સમગ્ર કાવત્રાનો ખુલાસો થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.