બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નોકરી સ્વીકારતા પહેલા મહિલાએ એવી રિકવેસ્ટ કરી કે, કંપનીના CEOએ લેવો પડ્યો નિર્ણય
Last Updated: 04:01 PM, 3 April 2025
આજકાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. સુનિતા વિલિયમ્સ આનું જીવંત ઉદાહરણ છે. પરંતુ, આજે પણ ઘણી સ્ત્રીઓ એવી છે જેઓ પોતાની જાતે પોતાના ડિસિઝન લેવા કરતા તેમના પતિ પર ડિપેન્ડેબલ હોય છે. આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
મુંબઈના એક સ્વસ્થ નૂડલ બ્રાન્ડના સીઈઓએ આ પોસ્ટ શેર કરી છે. પોસ્ટ મુજબ, કંપનીમાં ટોચના પદ માટે પસંદ થયેલી એક મહિલાએ નોકરી સ્વીકારતા પહેલા સીઇઓને કહ્યું કે એકવાર તેના પતિ તેમની સાથે વાત કરશે જે બાદ સીઇઓ વિનોદ ચેન્ડિલે પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે તરત જ તેને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
તેમણે X (ટ્વિટર) પર લખ્યું: "આજે એક મહિલા ઉમેદવાર સાથે વાત કરી, તેને કંપનીમાં ઉચ્ચ પદ માટે પસંદ કરવામાં આવી હતી. પરંતુ નોકરી સ્વીકારતા પહેલા તેની ઇચ્છા હતી કે તેના પતિ એકવાર મારી સાથે વાત કરી લે.....તરત રીજેક્ટ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'નિયમોનું પાલન કરો', વિદેશમાં રહેતા ભારતીયોને વિદેશ મંત્રાલયે આપી સલાહ, જાણો કેમ
પછીના ટ્વીટમાં, સીઈઓએ કહ્યું કે મહિલા ઇચ્છતી હતી કે તેનો પતિ સીઈઓ સાથે વાત કરે અને નક્કી કરે કે કંપની તેના માટે યોગ્ય છે કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ પોતાની જાતે નિર્ણયો લઈ શકતી નથી તે તે પદ માટે યોગ્ય નથી.
આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ. ઘણા લોકો મૂંઝવણમાં હતા કે આટલા ઊંચા પદ પર કામ કરવા સક્ષમ હોવા છતાં લોકો આટલી નિર્ભરતા કેમ દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.