Ek Vaat Kau / PM મોદીની મોટી જાહેરાત, પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં 50 ટકા સીટ પર સરકારી ફી જ લેવાશે

યુક્રેનમાં મેડિકલ શિક્ષણ આપણા દેશ કરતાં વધુ સસ્તું હોવાથી અનેક વિદ્યાથીઓ અભ્યાસ અર્થે ત્યાં ગયા હતા, પણ રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મેડિકલ વિદ્યાથીઓ જ્યારે પરત આવ્યા ત્યારે કેન્દ્ર સરકારને આ વાત ધ્યાને આવી કે ખાનગી મેડિકલ કોલેજોમાં અધધ ફીની વસૂલાત કરવામાં આવે છે. જેના કારણે ના છૂટકે વિદ્યાથીઓ દેશની બહાર ભણવા માટે જઈ રહ્યા છે. તેથી 7 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે ખાનગી મેડિકલ કોલેજોમાં 50% જેટલી બેઠકોમાં આગામી સત્રથી સરકારી મેડિકલ કોલેજ જેટલી ફી લેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્રના મોટા બદલાવ તરીકે જોવાઈ રહ્યો છે. આ જાહેરાતની તમામ વિગતો એક ક્લિકમાં જાણો જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ