મહુડાના વૃક્ષે ફૂલ આપતા આદિવાસીઓમાં આનંદની લાગણી, સિઝન ખિલી ભરપુર

By : hiren joshi 06:25 PM, 15 April 2018 | Updated : 06:25 PM, 15 April 2018
મહેસાણાઃ મહુડાના વૃક્ષે મહુડા ફૂલ આપવાનું ચાલુ કરતાં આદિવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આવકનું સાધન ગણાતા મહુડાના ફુલોની સિઝન ભરપુર ખિલી ઉઠી છે. ચાલુ વર્ષે મહુડાને સારી માત્રમાં ફુલો આવતા આદિવાસીઓ ખુશ થયા છે.

મહુડા પર દર વસંત ઋતુમાં કૂંપણો ફૂટતી હોય છે. મહુડાનાં ઝાડ પર ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય તે પહેલા જ તેની સુંદરતાને ચાર ચાંદ લાગી જતા હોય છે. પ્રત્યેક મહુડાના ઝાડ ઉપર મબલખ ફૂલ આવતા હોય છે. તેની આવક ઉપર આદિવાસીઓના સંપૂર્ણ કુટુંબો નભતા હોય છે.

મહુડાના ફૂલના ભાવ દર વર્ષે વન વિકાસ નિગમ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને તે મુજબ મહુડાના ફૂલની કીમત આદિવાસીઓને મળતી હોય છે અને એ આવક ઉપર તેઓનું સંપૂર્ણ વર્ષ ગુજરાન ચાલતું હોય છે.

મહુડાના ફૂલની સીઝન પૂરી થશે એટલે ટીમરુ પાનની સીઝન આવશે જેમાં ટીમરુ પાણી વીણી અને તેને વેચીને પણ આદિવાસીઓ રોજગારી મેળવતા હોય છે.Recent Story

Popular Story