બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Feeding guests brings great meri In the Shiva Purana

શાસ્ત્ર / મહેમાનોને ભોજન કરાવતી વખતે રાખશો આટલી વસ્તુઓનું ધ્યાન તો થશે ધન-ધાન્યમાં વૃદ્ધિ

Mahadev Dave

Last Updated: 12:06 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેમાનોને ખવડાવવા ઉપરાંત આદર સન્માન આપવાનો શિવપુરાણમાં ઉલ્લેખ કર્યો છે અને આવું કરવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે.

  • ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોને મનાઈ છે ભગવાન 
  • મહેમાનોના સત્કાર સમયે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું
  • મહેમાનોના આદર સન્માનથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે

ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોને ભગવાન માનવામાં આવે છે અને તેમની આગતાસ્વાગતા કરવાનું ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં પણ મહેમાનોના સન્માનનું અનોખું મહત્વ છે અને તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તેવો ઉલ્લેખ કરાયો છે. ઘરમાં પણ કોઈ સારો પ્રસંગ હોય તો મહેમાનોની હાજરી વગર આ પ્રસંગ અધૂરો ગણવામાં આવે છે. તેવી જ રીતે મહેમાનોને ખવડાવવા ઉપરાંત આદર સન્માન આપવાનું શિવપુરાણમાં ઉલ્લેખ કર્યો છે અને આવું કરવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું પણ જણાવ્યું છે. સાથે સાથે દેવી-દેવતાઓના આશીર્વાદ પણ મળે છે પરંતુ મહેમાનોના સત્કાર સમયે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ભોજન કર્યા બાદ મોટાભાગના લોકો કરે છે આ ભૂલો, ચેતી જજો નહીં તો શરીર બની જશે  બીમારીઓનું ઘર | be careful bad effect on health if you bath after eating  food


મીઠી વાણીનો ઉપયોગ કરવો
શિવપુરાણમાં વાતનો ઉલ્લેખ કર્યા મુજબ મહેમાન ઘરે આવે ત્યારે મન સાફ રાખવું જોઈએ અને મહેમાનને ભોજન કરાવતી વેળાએ કોઈ ખોટા વિચાર મનમાં આવવા ન જોઈએ. આમ સાફ મને મહેમાનોનું સ્વાગત કરનાર વ્યક્તિના પુણ્યમાં વધારો થાય છે. સાથે સાથે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત ઘરમાં આવેલા કોઈ પણ મહેમાન સાથે હંમેશા મીઠી વાણીનો ઉપયોગ કરીને જ સારું અને સ્વચ્છ ભોજન કરાવવું જોઈએ. અમુક સંજોગોમાં ક્રોધવસ થઈ લોકો મહેમાનોનું અપમાન કરી નાખતા હોય છે. આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો.

ખુરશી-ટેબલ નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા  ફાયદાઓ | Eat food sitting on the floor instead of a chair-table surprising  benefits have come out in the research

મહેમાનોને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં બેસાડીને જ ખાવાનું આપવું

શાસ્ત્રોમાં મહેમાનોને ભગવાન ગણવામાં આવ્યા છે ત્યારે ભગવાનની પૂજા અપવિત્ર શરીર અને મનથી કરવાથી નથી. આથી મહેમાનની સેવા પણ પવિત્ર મનથી કરવી જોઈએ. અને મહેમાનને જ્યારે ભોજન કરવામાં આવે ત્યારે શરીર શુદ્ધ રાખવું જોઈએ. અપવિત્ર મનથી મહેમાનોનું જમાડવુંએ અપમાન કર્યા બરાબર ગણવામાં આવે છે. શિવપુરાણમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેમાનોનું સેવા સત્કાર કર્યા બાદ તેમને જરૂરી ઉપહાર પણ આપવો જોઈએ એવી પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેમાનોને હંમેશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં બેસાડીને જ ખાવાનું આપવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Shiva Purana guests મહેમાન શાસ્ત્ર શિવપુરાણ Shiva Purana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ