CBIનાં શિકંજામાંથી હવે સિસોદિયા માટે છૂટવું ઘણું કપરું દેખાઈ રહ્યું છે. ફીડબેક યૂનિટ કેસ મામલે સિસોદિયા સામે નવો એક કેસ નોંધાયો છે.
CBIએ ફરી મનીષ સિસોદિયા સામે મૂક્યો આરોપ
ફીડબેક યૂનિટ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
સિસોદિયા સિવાય અન્ય 5 લોકોનાં નામ શામેલ
CBIએ મનીષ સિસોદિયા પર ફરી એકવાર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી સરકારની ફીડબેક યૂનિટમાં કથિત અનિયમિતતાઓને લઈને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્યોની સામે ભ્રષ્ટાચારનો નવો મામલો નોંધ્યો છે.
શું છે આરોપ?
આરોપ છે કે AAP સરકારે 2015માં એક ફીડબેક યૂનિટ તૈયાર કર્યું હતું અને તેનાથી અનેક લોકોની જાસૂસી કરવામાં આવી. આરોપ મુખ્યત્વે વિપક્ષ પર જાસૂસી કરાવાનો છે. એ પણ આરોપ છે કે આ યૂનિટમાં ભરતી માટે પણ કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે CBI આ મામલામાં જે FIR નોંધાવી છે તેમાં મનીષ સિસોદિયા આરોપી નંબર-1 જણાવાયો છે. આ મામલામાં CBIએ 14 માર્ચનાં કેસ નોંધ્યો હતો.
સિસોદિયા સિવાય પાંચ લોકો સામે FIR
CBIએ મનીષ સિસોદિયા પર અપરાધપૂર્ણ કાવતરું રચવાનો, સંપત્તિનો અપ્રામાણિક ધોરણે ઉપયોગ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકતો કેસ નોંધાવ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ફીડબેક યૂનિટ ભ્રષ્ટાચાર મામલામાં FIRમાં પાંચ અન્ય લોકોને પણ આરોપી ઠેરવ્યાં છે. જેમાં,
મનીષ સિસોદિયા સિવાય
IRS અધિકારી સુકેશ કુમાર જૈન
CISFનાં રિટાયર્ડ DIG રાકેશ કુમાર સિન્હા
પ્રદીપ કુમાર પુંજ
CISFનાં પૂર્વ અસિસ્ટેંટ કમાંડેંટ સતીશ ક્ષેત્રપાળ
ગોપાળ મોહનનું નામ શામેલ છે.
ફીડબેક યૂનિટ કેસ
2015માં સત્તામાં આવ્યાં બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યૂનિટ બનાવ્યું હતું જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારનું કહેવું હતું કે આ યૂનિટ દ્વારા વિભાગોનાં ભ્રષ્ટાચાર પર નજર રાખવામાં આવી શકે. જો કે હવે સરકાર પર જ આરોપ છે કે યૂનિટની મદદથી દિલ્હી સરકાર વિપક્ષી દળોનાં કામકાજ પર નજર રાખી રહ્યું હતું. 2016માં CBIએ દાવો કર્યો હતો કે સોંપવામાં આવેલા કાર્ય સિવાય, ફીડબેક યૂનિટે પ્રમુખ રાજનૈતિક વ્યક્તિઓની જાસૂસી કરી છે. CBIએ 700થી વધારે મામલાની તપાસ કરી અને તેમના અનુસાર તેમને 60% મામલામાં રાજનૈતિક ગુપ્ત માહિતી મળી આવી છે.