બ્રેકિંગ ન્યુઝ
VTV / Federal bank offers to buy Hero Motocorp tvs two-wheeler by making a payment of 1 rupees
Noor
Last Updated: 01:05 PM, 24 September 2020
ADVERTISEMENT
બેંક તરફથી જારી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને બેંકની શાખામાં જવાની જરૂર રહેશે નહીં. ડેબિટ કાર્ડ પર ઈએમઆઈની સુવિધા મળશે. બેંકે કહ્યું છે કે આ મામલામાં કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. આ પ્રોસેસ સમગ્ર રીતે ઓનલાઇન હશે. તમે પોતાના ઘરેથી આ કામ કરી શકો છો.
ફેડરલ બેંકનું કહેવું છે કે ગ્રાહક 3, 6, 9 કે 12 મહિનામાં રીપેમેન્ટ અવધિ પસંદ કરી શકે છે. આ યોજના અંતર્ગત લોન પર કોઈપણ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહીં. ગ્રાહક હોન્ડા મોટર સાઇકલના દેશભરમાં 793 શોરૂમ પર 5 ટકા કેશ બેક લઈ શકે છે. ગ્રાહકોએ આ માટે 5676762 નંબર પર એસએમએસ કે પછી 7812900900 નંબર પર મિસ કોલ આપવો પડશે. આ દ્વારા ઇએમઆઈની પણ જાણકારી મેળવી શકાશે.
ADVERTISEMENT
ફેડરલ બેંક આખા દેશમાં 36,000 સ્ટોરમાં ડેબિટ કાર્ડ પર ઈએમઆઈ પેમેન્ટની સુવિધા આપે છે. બેંકે ઈ કોમર્સ પોર્ટલ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદદારી માટે હાલમાં ઈએમઆઈની સુવિધા શરૂ કરી છે. બીજી તરફ લોન આપનાર એનબીએફસી શ્રીરામ સિટીના એક અધિકારીનું કહેવું છે કે અત્યારે અચાનક ટૂ-વ્હીલરની માંગ વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.