બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 PM, 19 September 2024
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જે બાદ અમેરિકામાં કુલ વ્યાજ દર ઘટીને 5 ટકા થઈ ગયા છે. ફેડરલ રિઝર્વે 4 વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને તેની અસર શેરમાર્કેટ અને ખાસ કરીનેને સોનાના ભાવ પર પડી છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો કર્યો ત્યારે સોનાની ચમક રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી. પ્રથમ વખત સોનાની કિંમત પ્રતિ ઔંસ કિંમત 2600 ડોલરને પાર કરી ગઈ છે અને અત્યારે COMEX પર સોનું 2627.2 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. આ નિર્ણય પછી સોનાની ચમકમાં 1.2 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
જો ભારતની વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ઘણો વધી શકે છે. આનો અર્થ એ થયો કે સોનાની કિંમતમાં વર્તમાન સ્તરથી રૂ. 5000થી વધુનો વધારો જોવા મળી શકે છે. અત્યારે સોનાની કિંમત 73 હજાર રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ દિવાળી સુધીમાં સોનાની કિંમતમાં 3000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળી શકે છે.
એક અનુમાન મુજબ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ રૂ. 78 હજારને પાર કરી શકે છે. સાથે જ આગામી એક વર્ષમાં સોનાની કિંમતમાં 25 થી 40 ટકાનો વધારો જોવા મળી શકે છે. મતલબ કે આગામી એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 3000 ડોલરને પાર કરી શકે છે.
COMEX પર આજે ચાંદીનો ભાવ 0.12 ટકા વધીને 30.725 ડોલર પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે MCX પર તે 0.06 ટકા વધીને રૂ. 88, 349 પ્રતિ કિલો થયો હતો. સામાન્ય રીતે જ્યારે યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે છે ત્યારે યુએસ ડોલર નબળો પડે છે. સોનાની કિંમત યુએસ ડૉલરમાં હોવાથી, નબળો ડૉલર ભારતીય રૂપિયા જેવી અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું વધુ સસ્તું બનાવે છે અને તેનાથી સોનાની માંગ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.