february 2023 monthly rashifal horoscope lucky zodiac signs mesh to meen
રાશિફળ /
ફેબ્રુઆરી શરૂ, આ રાશિના જાતકોને જોરદાર લાભ: પણ આ ભૂલોથી તમામ લોકોએ રહેવું પડશે સાવધાન
Team VTV03:57 PM, 01 Feb 23
| Updated: 04:01 PM, 01 Feb 23
વર્ષ 2023ના બીજા મહિનાનો પ્રારંભ થયો છે. જ્યોતિષિઓનુ કહેવુ છે કે ફેબ્રુઆરી 2023માં પણ મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે. જેનો દરેક રાશિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પડશે. અમુક રાશિઓ પર તેનો સકારાત્મક પ્રભાવ પડશે અને અમુક રાશિઓ પર નકારાત્મક. આવો જાણીએ ફેબ્રુઆરી બધી રાશિઓ માટે કેવુ રહેશે.
વર્ષ 2023ના બીજા મહિનાનો પ્રારંભ
આ મહિનામાં મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે
દરેક રાશિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પડશે
ધન, વેપાર, આરોગ્ય અને ઘરમાં સુખ-શાંતિ મામલે ઘણા લોકોને સારા ફળ પ્રાપ્ત થશે. આ સાથે આ મહિનામાં ગ્રહોનો મોટો ફેરફાર થવાનો છે, જેમાં સૂર્ય-શનિની યુતિ થવા જઇ રહી છે. બુધ અને શુક્ર પણ ગોચર કરવાના છે. આ મહિને મેષ, સિંહ, વૃશ્ચિક, મકર અને મીન રાશિમાં મોટો ફેરફાર જોવા મળશે. 2023નો બીજો મહિનો કઈ રાશિઓ માટે શુભ રહેશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ઘણો સારો રહેવાનો છે. તમારી અંદર જોશ અને જુનુનની કોઈ કમી રહેશે નહીં. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરીને સફળતા મેળવી શકશો. મિત્રો પાસેથી આર્થિક સહાયતા મળવાના સારા યોગ બની રહ્યાં છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ઘણા સારા પરિણામ લઇને આવશે. તમારી લાંબી યાત્રાઓ થશે. તમારું સાહસ અને પરાક્રમ વધશે. તમે પડકારો સામે લડીને આગળ વધવાનુ પસંદ કરશો. જીવનમાં તમને સફળતા મળશે.
મિથુન
આ મહિને ભાગ્યનો પૂરો સાથ તમને મળશે. ભાગ્યના પ્રભાવથી તમને કાર્યમાં સફળતા મળશે. આ મહિને તમારા જીવનમાં અમુક અણધારી ઘટનાઓ પણ ઘટી શકે છે. આ મહિને આવકમાં વધારો થઇ શકે છે. વેપારમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
કર્ક
ફેબ્રુઆરી મહિનો તમારા માટે અનેક અવસર લાવ્યો છે, જ્યારે તમારે પોતાની જાતને પારખવાની જરૂર પડશે. આ મહિને સફળતાના યોગ બનશે. ઉત્તરાર્ધમાં ધન હાનિના યોગ બનશે. તેથી તમારે સાવધાનીની સાથે પોતાના નાણાંનો ઉપયોગ કરવો પડશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો અત્યંત શુભ રહેવાનો છે. જો બેંક લોન લેવામાં કોઈ પરેશાની આવી રહી છે તો આ સમયગાળામાં આ મુશ્કેલી સમાપ્ત થઇ શકે છે. તમારે અભિમાનથી બચવુ પડશે. કારણકે આ તમારો સૌથી મોટો શત્રુ હોઇ શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે આ મહિનો મિશ્રિત પરિણામ લઇને આવ્યો છે. આ મહિને સૌથી વધુ ધ્યાન તમારે પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર આપવુ પડશે. આ મહિને તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. પરંતુ આ યાત્રાઓ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે.
તુલા
આ મહિને તમારે સુખ પ્રાપ્તિ માટે સખત પરિશ્રમ કરવો પડશે. લોકોની સામે તમારી એક અલગ ઓળખ બનશે જે તમને પણ વધુ પસંદ આવશે. તમારે તમારા મિત્રો સાથે સારું બનશે અને જેના કારણે તમને ઘણા કામમાં સફળતા મળશે.
વૃશ્ચિક
નોકરી અને વેપાર મામલે મિત્રો અને સંબંધીઓ સાથે ચર્ચા વધશે. તમે આ મહિને જીવનમાં સુખનો અનુભવ કરશો અને પારિવારિક જીવનમાં સમય આપશો. ઘર-ગૃહસ્થીમાં બધુ સારું ચાલતુ રહેશે. પરિવારના સભ્યોનો સપોર્ટ મળશે.
ધન
જો તમે નોકરીની શોધમાં છો તો આ મહિને તમારે ઈન્ટરવ્યુને કારણે ઘણી જગ્યાએ જવુ પડી શકે છે. તમારે કઠોર પરિશ્રમ કરવો પડશે. કારણકે ફેબ્રુઆરી મહિનો તમને મહેનત કરાવીને સારું ફળ આપવાની ફિરાકમાં છે.
મકર
આ મહિનાની શરૂઆતમાં બુધનો ગોચર તમારી રાશિમાં હશે. આ સ્થિતિ તમારા પડકારને વધુ વધારશે. તમારી બુદ્ધી કોઈ એક કામને લઇને વારંવાર તમને વિચારવા પર મજબૂર કરશે.
કુંભ
આ મહિને તમારી રાશિમાં સૂર્ય અને શનિની યુતિ બની રહી છે. જેનાથી તમારે દરેક નિર્ણય સમજી વિચારીને લેવો પડશે. કારણકે તમારે ખર્ચમાં વૃદ્ધી થવાના યોગ બનશે.
મીન
મહિનાના મધ્યમાં શુક્ર તમારી રાશિમાં ગોચર કરશે. જેના કારણે આ મહિનો તમારા માટે સારા પરિણામ પ્રદાન કરનારો સાબિત થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ વધુ ઝડપથી થશે.