બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 PM, 17 March 2025
અમેરિકામાં મહામંદીની આશંકા સેવાઇ રહી હતી તે હવે સાચી ઠરી રહી છે. ભારતની વાત જો કે અલગ છે કારણ કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને તેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા પૈકીની એક છે. આ વર્ષે અનુમાન છે કે ભારતનો જીડીપી ગ્રોથ 6.4 થી 6.6 વચ્ચે રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
અમેરિકાની અર્થવ્યવસ્થામાં આગામી દિવસોમાં મંદીની આશંકા પ્રબળ થઇ રહી છે. બીજી તરપ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ અમેરિકામાં આર્થિક વિકાસની રફ્તાર ધીમી પડતી જોવા મળી રહી છે. બીજી તરફ ભારતમાં મજબુત માંગ અને સારી નીતિઓના દમ પર અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે.
ટૈરિફ વોર અને મોંઘવારી જેવા મુદ્દે બંન્ને દેશો માટે મોટા પડકારો પેદા થઇ શકે છે. અમેરિકી અર્થવ્યવસ્થા કોવિડ 19 બાદ ઝડપથી ઉભરી હતી. જો કે હવે તેમાં સુસ્તી જોવા મળી રહી છે. આ તેજી એક ખાસ નીતિગત વધારાનું પરિણામ હતી જે હવે નબળી પડવા લાગી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દાણચોરી! / અમદાવાદમાંથી મળ્યો સોનાનો ખજાનો! બંધ ફ્લેટમાં 95 કિલો ગોલ્ડ જપ્ત, વજન કાંટા મંગાવવા પડ્યા
અનુમાન અનુસાર અમેરિકન જીડીપી ગ્રોથ 2025 માં માત્ર 2.5 ટકાથી પણ ઓછો રહેવાની આશંકા છે. જેની પાછળનું કારણ નિકાસ અને સ્થાનિક બજારમાં વેચાણમાં ઘટાડાને માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વેલ્યુ એન્ડનું વલણ પણ અમેરિકામાં સતત ઘટી રહ્યું છે. અમેરિકામાં બચત અને જીડીપીનું અનુમાન 2011 બાદ સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયું છે.
અમેરિકામાં આયાત મોંઘી
ઘટાડ પાછળ અનેક મહત્વના કારણો છે. જેમાં સૌથી પહેલા ટૈરિફ વોર આવે છે. જેના કારણે ન માત્ર અમેરિકામાં આયાત મોંઘુ થયું છે પરંતુ નિકાસ પણ ઘટી રહ્યું છે. લોકો રોજિંદી વસ્તુઓ માટે પણ વધારે કિંમત ચુકવવી પડી રહી છે. એટલે કે, મોંઘવારી વધી રહી છે જે લોકોની ખરીદીની શક્તિ ઘટાડી રહી છે.
કાચો માલ મોંઘો થવાના કારણે ત્યાંની કંપનીઓના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. તેવામાં જ ટૈરિફ વોર વધે છે તો અમેરિકામાં મંદીનું સંકટ પ્રબળ બનશે. બીજી તરફ ભારતનું અર્થતંત્ર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તે વિશ્વની સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક બની ચુકી છે. ભારતનો જીડીપી ગ્રોથ 6.4 થી 6.6 વચ્ચે રહેવાની શક્યતા છે. ભારતમાં સ્થાનિક માંગ મજબુત છે. સરકારી નીતિઓના કારણે મધ્યમવર્ગ મજબુત બની રહ્યો છે.
આ પણ વાંચો : નેશનલ / VIDEO : તુલસી ગબાર્ડે PM મોદી સાથે કરી મુલાકાત, આતંકવાદથી લઈ સાયબર સુરક્ષા સહિત અનેક મુદ્દે કરી ચર્ચા કરી
અમેરિકામાં મંદી આવે તો ભારત પર શું અસર
ભારતની તેજી મજબુત સ્થાનિક માંગ, સરકારની નીતિઓ અને મધ્યમવર્ગની વધતી શક્તિના કારણે છે. જો કે પડકારો ભારતમાં પણ છે. અમેરિકામાં મંદી આવે તો ભારતના નિકાસ પર અસર પડશે. ખાસ કરીને ડિમાન્ડ ઘટવાને કારણે ફાર્મા, ટેક્સટાઇલ અને આઇટી સેક્ટરને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટૈરિફ વોરના કારણે વૈશ્વિક વ્યાપારમાં ઘટાડો આવી શકે છે. જેના કારણે કાચા માલની કિંમતો અને મોંઘવારી વધી શકે છે. અમેરિકી મંદીથી ભારતના નિકાસમાં 5-7 ટકાના ઘટાડાની આશંકા છે. જો કે આ એક તક પણ છે. અમેરિકા જ્યારે ચીન જેવા દેશો સાથે ટૈરિફ વોર કરી રહ્યું છે. ત્યારે યુરોપ સહિતના અનેક દેશો માટે ભારત એક મૈન્યુફેક્ચરિંગ હબ બની શકે છે.
તુલસી ગેબાર્ડે ટૈરિફ અંગે કરી મોટી વાત
તુલસી ગેબાર્ડ હાલ રાયસીના હિલ ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત આવેલા છે. અહીં તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પીએમ મોદી ભારત માટે ખુબ જ સારા નેતા છે. તેઓ ભારત પ્રથમના વિઝન સાથે ચાલી રહ્યા છે. ટ્રમ્પ પણ આ જ વિઝન સાથે ચાલી રહ્યા છે. માટે અમેરિકન નાગરિકો અને દેશના હિતોની રક્ષા માટે તેઓ નીતિ વિષયક નિર્ણયોમાં ફેરફાર કરી રહ્યા છે. જે પ્રકારે પીએમ મોદી ભારત માટે કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.