બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Fear of the virus in the Corona epidemic, people are now afraid of the name, start doing shocking work

મહામારી / કોરોના મહામારીનો ખૌફ તો જુઓ ! લોકોમાં જોવા મળ્યો 'અજીબ વ્યવહાર', સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Hiralal

Last Updated: 07:38 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીમાં લોકોની જીવનશૈલીમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે અને તેઓ હવે નાના મોટા જીવાણુઓથી પણ ડરતા થયા હોવાનું સ્ટડીમાં બહાર આવ્યું છે.

  • કોરોના મહામારીમાં લોકોની જીવનશૈલીમાં મોટો ફેરફાર 
  • લોકો હવે નાના મોટા જીવાણુઓથી પણ ડરતા થયા
  • અમેરિકાના તારણમાં સામે આવી વાત ચોંકાવનારી માહિતી
  • લોકો હવે  જર્મોફોર્બ્સથી પીડાઈ રહ્યાં છે 

કોરોના મહામારીમાં લોકોની જીવનશૈલીમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. જ્યારથી કોરોના મહામારી શરુ થઈ છે ત્યારથી લોકો હવે વાયરસનું નામ સાંભળીને ડરી જાય છે.  સૌથી વધુ અસર અમેરિકા પર જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે અમેરિકાના મોટાભાગના લોકો  જર્મોફોર્બ્સ બની ગયા છે.

જર્મોફોર્બ્સ એટલે શું?
મેડિકલ ભાષામાં જર્મોફોર્બ્સને એવા લોકો કહેવામાં આવે છે જે કોઈ પણ પ્રકારના જીવાણુથી ડરે છે. જર્મોફોર્બ્સથી પીડાતા લોકો ગમે તેવા નાના મોટા જીવાણુઓથી ડરતા હોય છે. તેઓ એક પ્રકારની કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે અને તેમને આવો ડર લાગતો હોય છે. જોકે તેમનો ડર સાચો હોતો નથી.  ઝલીયર અને વનપોલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે ત્રણમાંથી બે કરતા વધુ અમેરિકનો 'જર્મફોબ્સ' તરફ વળ્યા છે.

લોકોની બદલાયેલી આદતો
સર્વેક્ષણમાં ભાગ લેનારા લગભગ 69 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ બીમાર ન પડે તે માટે નવી સ્વચ્છતા પ્રથા અપનાવી હતી. જેમાં માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા, વારંવાર હાથ ધોવા અને અન્યનો સમાવેશ થાય છે.

68 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું સ્વચ્છતાને પ્રાયોરિટી
આશરે 68 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓએ સ્વચ્છતાને પ્રાયોરિટી આપી છે. સાથે જ 62 ટકા લોકોએ દાવો કર્યો કે ભવિષ્યને સારું બનાવવા માટે તેમની સફાઈની આદતો હંમેશા માટે બદલાઈ ગઈ છે. તેઓ આ માટે કોરોના મહામારીનો પણ આભાર માને છે.

આ સર્વે બુધવારે જાહેર કરવામાં આવ્યો 
આ સર્વેનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં ભાગ લેનારા લગભગ 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમના માટે સ્વચ્છતા હવે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. તે જ સમયે, 57% ઉત્તરદાતાઓએ અફસોસ વ્યક્ત કર્યો કે તેઓએ તેમના શરીર સાથે જે રીતે વર્તવું જોઈએ તે રીતે તેમના શરીર સાથે વર્તન કર્યું નથી.

નાકને સાફ રાખવું જરૂરી 
આ સર્વેમાં ઝલીયરના ડોક્ટર લોન જોન્સે જણાવ્યું હતું કે, "નાકને સાફ રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે અનિવાર્યપણે તમામ શ્વસન સમસ્યાઓ ત્યાંથી શરૂ થાય છે."જોન્સે સૂચવ્યું હતું કે વધુ સારા આરોગ્ય શોધનારાઓએ તેમના નાકની વધુ સારી સંભાળથી શરૂઆત કરવી જોઈએ. કંપનીના સીઈઓ નાથન જોન્સે પણ તેમના આ સૂચન સાથે સહમતી દર્શાવતા કહ્યું હતું કે નાકની સંભાળ રાખવાથી આપણે અડધી બીમારીઓને વિકસિત થતી અટકાવી શકીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ