બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ આ જોખમી સળિયાથી બચીને રહેજો! લાગે છે AMC હજુ ઊંઘમાં છે, કોની જવાબદારી

ઘોર બેદરકારી / અમદાવાદીઓ આ જોખમી સળિયાથી બચીને રહેજો! લાગે છે AMC હજુ ઊંઘમાં છે, કોની જવાબદારી

Last Updated: 03:33 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે...તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે...શહેરના વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.

તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે..એક મહિનાથી રસ્તા પર આ પ્રકારે સળિયા ખુલ્લા પડ્યા છે.

અકસ્માતનું જોખમ

એટલું જ નહીં તૂટેલા ડિવાઈડરને રિપેર ન કરાતા વાહન ચલાકો અહીંથી જોખમી રીતે ડિવાઈડર કૂદાવીને રસ્તો ઓળંગી રહ્યાં છે.જેને કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે.

iron bar 2

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડના પડઘા છેક CMO સુધી, ભાજપ નેતાઓએ કરી CM સાથે મુલાકાત, આ છે કારણ

શું પદાધિકારીઓને વાહનચાલકોના જીવની કંઇ પડી નથી ?

રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનો જીવ જોખમમાં છે, પરંતુ AC ઓફિસમાં બેસેલા AMCના અધિકારીઓને જાણે શહેરીજનોના જીવની કોઈ પરવાહ ન હોય તેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી.ત્યારે હવે તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે ડિવાઈડર રિપેર કરશે તે જોવું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Divider Accidents iron bars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ