બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fd rates hikes pnb idfc bank hdfc bank kotak mahindra bank hikes

તમારા કામનું / બેન્ક ગ્રાહકોને ફાયદો જ ફાયદો, એક જ દિવસમાં આ 4 બેન્કોએ FD પર વધાર્યા વ્યાજ દર

Arohi

Last Updated: 02:28 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેપો રેટ વધાર્યા બાદ વિવિધ બેંકોમાં એફડી પર વ્યાજ દર વધી રહ્યો છે. ખાનગીથી લઈને સરકારી બેંકોમાં ગ્રાહકોને આકર્ષવા માટે FDના વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો છે.

  • રેપો રેટ વધ્યા બાદ બેન્કોએ ઘટાડ્યા હતા વ્યાજદર 
  • હવે 4 બેન્કોએ કર્યો FD પર વ્યાજ દરમાં વધારો 
  • જાણો અલગ અલગ બેન્કોના વ્યાજ દર  

RBIએ છેલ્લા બે મહિનામાં ત્રણ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ પછી બેંકો દ્વારા બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવા માટે સ્પર્ધા શરૂ થઈ છે. રેપો રેટ વધાર્યા બાદ વિવિધ બેંકોમાં એફડી પર વ્યાજ દર વધી રહ્યું છે. ખાનગીથી લઈને સરકારી બેંકોમાં ગ્રાહકોને આકર્ષવા માટે FDના વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો છે.

અલગ અલગ તારીખથી લાગુ થયો વધારો 
ચાર મોટી બેંકોએ એક જ દિવસમાં વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરતાં ગ્રાહકો માટે ખુશીનો મોકો છે. જોકે, વ્યાજ દરમાં આ વધારો અલગ-અલગ તારીખોથી અમલમાં આવ્યો છે. જે બેંકોએ વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે તેમાં IDFC ફર્સ્ટ બેંક, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.

HDFC બેંક
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFCએ ફરી એકવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે FD રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બે મહિના પહેલા પણ બેંક દ્વારા FD પર વ્યાજમાં વધારો કરવામાં આવ્યો હતો. બેંકે 18 ઓગસ્ટ, 2022થી નવા રેટ લાગુ કર્યા છે. બેંક દ્વારા માત્ર 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર જ વ્યાજ વધારવામાં આવ્યું છે. હવે એક વર્ષથી બે વર્ષની મુદતવાળી FD પર 5.50 ટકા વ્યાજ મળશે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંકે પણ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકના નવા રેટ 17 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. બેંક દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની મેચ્યોરિટી અને 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની એફડીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. 10 વર્ષ સુધીની એફડીના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

IDFC બેંક
અન્ય બેંકોની જેમ IDFC બેંકે પણ 2 કરોડથી ઓછી રકમની FD પરના વ્યાજમાં વધારો કર્યો છે. નવા દરો 16 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યા છે. IDFC બેંકમાં, 2 વર્ષ 1 દિવસથી 749 દિવસ સુધી મેચ્યોર થતી FD પર 6.50 ટકા વ્યાજ મળશે. ત્યાં જ 750 દિવસમાં પાકતી FD પર 6.90 ટકા વ્યાજ છે. બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે.

કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંકે FD પર વ્યાજ દર 390 દિવસથી વધારીને 3 વર્ષ કર્યો છે. બેંક અનુસાર નવા રેટ 17 ઓગસ્ટથી લાગુ થયા છે. બેંક દ્વારા વ્યાજ દરમાં વધારામાં 390 દિવસથી લઈને ત્રણ વર્ષ સુધીની FDનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંકે 7 દિવસથી 10 વર્ષમાં પાકતી FD માટે 2.50 થી 5.90 ટકા વ્યાજની જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકોને 3 થી 6.40 ટકા વ્યાજ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Interest Rate PNB hdfc વ્યાજ દર interest rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ