બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:30 PM, 22 April 2022
ADVERTISEMENT
પ્રાઈવેટ સેક્ટરના લેન્ડર્સ ICICI બેન્કે એક વખત ફરી કરોડો ગ્રાહકોને ખુશખબરી આપી છે. ICICI બેન્કે ફિક્સડ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. 2 કરોડ રૂપિયાથી વધારે અને 5 કરોડ રૂપિયાથી ઓછી FD પર વ્યાજદરો વધારવામાં આવ્યા છે. નવા દર 21 એપ્રિલ 2022થી લાગુ થઈ ગયા છે.
બેન્કની ઓફિશ્યલ વેબસાઈટ અનુસાર ICICI બેંકે ઘણા ટેન્યોર્સ પર વ્યાજ દરોમાં 5થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પહેલા 1 વર્ષ અને 15 મહિનાથી ઓછી એફડી પર ICICI બેન્ક 4.25 ટકા વ્યાજ આપી રહી હતી જેને વધારીને 4.30 ટકા કરી દેવામાં આવ્યા છે. આ રીતે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરોમાં 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ પહેલા બેન્ક 15 મહિનાથી 18 મહિનાથી ઓછા સમયમાં મેચ્યોર થનાર ડિપોઝિટ પર 4.30 ટકા વ્યાજદર આપતી હતી. પરંતુ હવે તે વધારીને 4.40 ટકા કરી દેવામાં આવ્યું છે. તેમાં 10 વેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. 18 મહિનાથી 2 વર્ષમાં મેચ્યોર થતી ડિપોઝિટ પર વ્યાજ દર 4.40 ટકા વધીને 4.50 ટકા કરી દેવામાં આવ્યું છે. અહીં પણ 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.
નવા વ્યાજદર
2 વર્ષ અને એક દિવસથી 3 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર વ્યાજદર 4.60 ટકા છે. 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર 4.70 ટકા વ્યાજ મળે છે. ત્યાં જ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થતી એફડીનો વ્યાજદર 4.70 ટકા છે.
ICICI બેન્ક 2 કરોડ રૂપિયા અને તેનાથી વધારે લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની જમા રકમ પર 7થી 29 દિવસમાં 2.50 ટકા વ્યાજદર આપી રહી છે. 30થી 60 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.75 ટકા વ્યાજદર હશે. 61 દિવસથી 90 દિવસમાં મેચ્યોર થવા પર હવે 3 ટકા વ્યાજ મળશે. ICICI બેન્ક 91થી 184 દિવસમાં ટર્મ ડિપોઝિટ પર 3.35 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
185 દિવસથી 270 દિવસ સુધી મેચ્યોર થતી ડિપોઝિટ પર, ICICI બેન્ક 3.60 ટકા વ્યાજ આપી રહ્યું છે અને 271 દિવસથી એક વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થવા પર બેન્ક 3.80 ટકા વ્યાજ પણ આપી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ મહિને પ્રાઈવેટ સેક્ટરની મોટી બેન્ક HDFC બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈડીબીઆઈ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ભાવ વધાર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.