બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:27 AM, 16 May 2019
આજે આપણે વાત કરીશું વિષ્ણુ ભગવાનની જેમની ગુરુવારના દિવસે વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ભક્ત પીળા રંગની વસ્તુઓનો વધારે ઉપયોગ કરે છે. જોકે, પૂજામાં ભોગ ધરાવવો પણ એટલો જ મહત્વનો છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે ભગવાન વિષ્ણુને ખીર અતિપ્રિય છે. ખીરનો ભોગ ધરાવવાથી વિષ્ણુ ભગવાન તૃપ્ત થાય છે. શુદ્ઘ દૂધ અને ભાતની બનેલી ખીર વિષ્ણુ ભગવાને અતિપ્રિય છે. ખીર ઉપરાંત સુજીનો હલવો પણ ભગવાન વિષ્ણુને પસંદ છે.
ADVERTISEMENT
એવી પણ માન્યતા છે કે રવિવાર અને ગુરુવારના રોજ ભક્તોને ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં જઈને ભગવાન શ્રીહરિના દર્શન કરવા જોઈએ. પૂજા કર્યા પછી લક્ષ્મી અને નારાયણને ખીર અથવા સુજીના હલવાનો ભોગ ધરાવવો જોઈએ. લક્ષ્મી અને નારાયણ બન્નેની કૃપા વરસે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.
આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અને નટખટ નંદલાલ એટલે કે શ્રી કૃષ્ણને પણ ખીરનો પ્રસાદ પસંદ છે. જોકે, ભગવાન કૃષ્ણને માખણ-મિસરીના નૈવૈદ્ય વધારે પસંદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.