ટૂંક સમયમાં આઇફોન યુઝર્સ માટે પણ અવેલેબલ થશે આ ગેમ
અક્ષયકુમારે કરી હતી ગેમ લોન્ચની જાહેરાત
આગામી 26મી જાન્યુઆરીનાં રોજ FAU-G ગેમનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. જે ગેમને રજિસ્ટર કરાવવાનું કામ યૂઝર્સે નવેમ્બરથી કરી દીધુ હતું. આ એક મલ્ટિ પ્લેયર ગેમ છે જે ભારત સિવાય વિશ્વભરમાં પ્રચલિત થયેલ ગેમ પબજીનાં ભારતમાં બેન થયા બાદ તેની જાહેરાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર દ્વારા કરવામાં આવી હતી.
લોન્ચ સુધીમાં 50 લાખ પ્રિ-રજિસ્ટ્રેશન થઈ જશે
હાલ તેનું પ્રિ-રજિસ્ટ્રેશન હાઈ અને મિડ-રેન્જ એન્ડ્રોઈડ ફોન્સ માટે કરવામાં આવ્યુ છે. જેમાં ટૂંક સમયમાં આઇફોન યુઝર્સ માટે પણ તેનું રજિસ્ટ્રેશન શરૃ થઈ જશે. જાણીને આશ્ચર્ય થશે કે આ ગેમના રજિસ્ટ્રેશનની જાહેરાત થયા બાદ 24 કલાકમાંજ તેનાં 10 લાખ પ્રિ-રજિસ્ટ્રેશ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદનાં દોઢ મહિનામાં તે આંકડો 40 લાખને વટાવી ગયો છે. આ ગેમનાનાં ફાઉન્ડર અને nCore Gamesનાં ચેરમેન વિશાલ ગોંદલે કહ્યું છે કે આ લોન્ચ થશે ત્યાં સુધીમાં 50 લાખ પ્રિ-રજિસ્ટ્રેશનને પાર કરી જશે.
ગેમમાં ગલવાન વેલીનું લેવલ રાખવામાં આવ્યું છે
આ એક થર્ડ પર્સન શૂટિંગ ગેમ છે, જે ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર બંને જગ્યાએ ઉપલબ્ધ થશે. FAU-G ગેમ ભારતીય સુરક્ષા જવાનોની સાથે થયેલ સત્ય ઘટનાઓ પર આધારિત હશે. જેમાં ગલવાન વેલીનું પણ લેવલ રાખવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમ માટે ડિસ્ક્રિપ્શન રાખવામાં આવ્યું છે કે, ભારતની ઉત્તરી સિમાની ઉંચાઈઓ પર કુશલ લડાકુઓનું એક ગ્રૂપ રાષ્ટ્રનાં ગૌરવ અને સંપ્રભુતાની રક્ષા કરે છે. આ ટાસ્ક સૌથી સાહસી ધ ફિયરલેસ અને યુનાઇટેડ ગાર્ડ્સ FAU-G માટે એક ચેલેન્જિંગ કામ છે.