મક્કમ મન સાથે વિદ્યાર્થીએ પરીક્ષા આપીને પિતાના કર્યા અગ્નિસંસ્કાર

By : admin 05:16 PM, 14 March 2018 | Updated : 05:16 PM, 14 March 2018
સુરતઃ જિંદગીનું બીજું નામ રોજે રોજ પરીક્ષા જ છે. હાલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે રાંદેર વિસ્તારમાં રહેતા એક 10માં ધોરણના પરીક્ષાર્થીના પિતાનું હ્રદયરોગના હુમલાથી મોત થયું હતું.

તેમ છતાં મક્કમ મન સાથે પરીક્ષાર્થી પરીક્ષા આપવા પહોંચ્યો હતો. ત્યારે સૌ કોઈ પોકારી ઉઠયાં હતાં કે ભગવાન આ તે કેવી પરીક્ષા માહોર હર્ષ રાજકુમાર ધોરણ 10નો વિધાર્થી છે.

પિતાના મોત વચ્ચે એક વિધાર્થી વિજ્ઞાનનું પેપર હોવાથી પરીક્ષા આપવા ગયો હતો. જેથી હર્ષ પરીક્ષા આપીને પાછો આવે ત્યાં સુધી મૃતદેહને અગ્નિસંસ્કાર ન આપવાનું નક્કી કરાયું હતું.Recent Story

Popular Story