બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / બાપ રે! અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન, અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત
Last Updated: 09:21 PM, 23 May 2024
રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ પહોચ્યો છે. અંગ દઝાડતી ગરમીમાં ગુજરાત શેકાયું છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટની આગાહી વચ્ચે રેકોર્ડબ્રેક તાપમાન નોધાયુ છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું. લોકોને ગરમીમાં ભારે મુશ્કેલી પડી હતી. સવારના 10 વાગ્યાથી જ શહેરના રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળતો હતો. મોડી સાંજ થવા છતાં પણ ગરમીનો પ્રકોપ યથાવતરહ્યો હતો. એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન નોધાયુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 45 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. જ્યારે અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો હતો.
ADVERTISEMENT
રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બુધવારે ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન નોધાયુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 45 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. જ્યારે અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો હતો.
આગાહી મુજબ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ, અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટ, અન્ય જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહી શકે#Gujarat #heatwave #Ahmedabad #Gujaratinews #vtvgujarati #gandhinagar #Surat #Rajkot #vtvcard pic.twitter.com/rQ8tjVlZQF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2024
હવામાનની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વર્તાઈ રહી છે. જે ગરમીમાં ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. જોકે ત્યાં સુધી લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ
- અમદાવાદમાં નોંધાયું રેકોર્ડબ્રેક 46.6 ડિગ્રી તાપમાન, એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી નોંધાયું તાપમાન
- સુરેન્દ્રનગરમાં નોંધાયું 45.9 ડિગ્રી તાપમાન
- વડોદરામાં 45 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી નોંધાયું તાપમાન
- અમરેલીમાં 44.4 ડિગ્રી નોંધાયું તાપમાન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.