બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / પિતાએ દીકરીની સેફટી માટે માથા પર લગાવ્યો CCTV, પુત્રીનો જવાબ સાંભળી થશો અચંબિત

VIDEO / પિતાએ દીકરીની સેફટી માટે માથા પર લગાવ્યો CCTV, પુત્રીનો જવાબ સાંભળી થશો અચંબિત

Last Updated: 07:00 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે આ વીડિયો પાકિસ્તાનનો હોઇ શકે છે.

સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે આ વીડિયો પાકિસ્તાનનો હોઇ શકે છે. ઘણી વખત વાયરલ વીડિયો જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે આવું ખરેખર બન્યું છે કે નહીં. આ વિડીયોમાં એક છોકરીને માથા પર સીસીટીવી કેમેરા લગાવેલા જોઈ શકાય છે.

વીડિયોમાં છોકરી જણાવે છે કે તેના પિતા તેના માથા પર લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા 24/7 તેના પર નજર રાખે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તેના પિતાના નિર્ણય સામે કોઈ વાંધો છે તો તેણે જવાબ આપ્યો કે તે તેના પિતાના દરેક નિર્ણય સાથે સંપૂર્ણ રીતે સહમત છે. તે આવું કરવા પાછળનું કારણ કરાચીના પ્રખ્યાત હિટ એન્ડ રન કેસને પણ ટાંકે છે. કોઈ મને અકસ્માતમાં મારી નાખે તો પણ કમસેકમ સીસીટીવીમાં પુરાવા મળી રહેશે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આને પાકિસ્તાનના હિટ એન્ડ રન કેસ પર કોર્ટના નિર્ણયના વિરોધ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આને એક ફની વીડિયો પણ ગણાવવામાં આવી રહ્યો છે.

કરાચીના હિટ એન્ડ રન કેસના વિરોધ તો નથી

તાજેતરમાં કરાચી હિટ એન્ડ રન કેસ પાકિસ્તાનમાં ચર્ચામાં રહ્યો હતો. જેમાં એક અમીર વ્યક્તિએ ફુલ સ્પીડમાં એસયુવી ચલાવતા બે લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. અન્ય એક વીડિયોમાં તે કહી રહી છે તમે લોકો મારા પિતાને ઓળખતા નથી.

Website_Ad_1_1200_1200.width-800

પાકિસ્તાનમાં આ ઘટનાનો ભારે વિરોધ થયો હતો. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કરાચીના કરસાજ વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી એક અમીર પરિવારની મહિલાને જામીન મળી ગયા છે.

વધું વાંચોઃ 5 લોકો માટે ઝેર સમાન છે આ લીલું શાકભાજી, ખાતા હોય તો બંધ કરી દેજો, જીવ પર આવી બનશે

સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા આવી?

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો માનતા નથી કે એક પિતા તેની પુત્રીની સુરક્ષા માટે આવું કરી શકે છે. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં હિટ એન્ડ રન કેસના વિરોધમાં આવું કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની કોર્ટના નિર્ણયની મજાક ઉડાવવામાં આવી હતી. કેટલાક કહે છે કે આવું ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે છે.

(નોંધઃ આ સમાચાર સોશિયલ મીડિયાના વીડિયોના આધારે બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં કરવામાં આવેલા દાવાની અમે પુષ્ટિ કરતા નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

trading news Pakistan Pakistani woman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ