બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / રાધિકાની વિદાય પર રડી પડ્યા સસરા મુકેશ અંબાણી, અનંતે પકડ્યો પત્નીનો હાથ, જુઓ Video
Last Updated: 09:09 PM, 14 July 2024
Mukesh Ambani Emotional: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે એક પછી એક તેમના લગ્નના ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ બની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના થયા હતા. અંબાણી પરિવારમાં યોજાયેલા આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવારમાં રિસેપ્શનની ઉજવણી છે. જેમાં નવદંપતિને શુભ આર્શિવાદ આપવા રાજનેતાઓ, બોલીવૂડના દિગ્ગજો, ધર્મગુરુઓ અને સગા સંબંધી મિત્રો પહોચ્યા હતા. આ દરમિયાન રાધિકા મર્ચન્ટની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રાધિકાના સસરા ખૂબ જ ભાવુક દેખાય છે.
ADVERTISEMENT
નાની વહુની વિદાય પર મુકેશ અંબાણી રડી પડ્યા
બોલિવૂડ બબલે તેના ઈન્સ્ટાગ્રામ પર રાધિકા મર્ચન્ટની વિદાયનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં અંબાણી પરિવારની નાની વહુ ખૂબ જ ભાવુક જોવા મળી રહી છે. ત્યારે રાધિકાના સસરા એટલે કે મુકેશ અંબાણી પણ રડતા જોવા મળે છે. વીડિયોમાં રાધિકા અને મુકેશ અંબાણી સાથે અનંત અંબાણી પણ જોવા મળી રહ્યા છે. અનંત અંબાણી તેમની પત્નીનો હાથ પકડીને જોવા મળશે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીના વખાણ થઈ રહ્યા છે
ADVERTISEMENT
રાધિકાની વિદાયનો વીડિયો જોયા બાદ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે મુકેશ સર સાચા સજ્જન છે. અન્ય એક યુઝરે લખ્યું કે પુત્રવધૂની વિદાય પર સસરાની આંખોમાં આંસુ… હું પણ રડવા લાગી.
વધુ વાંચોઃ જ્યારે અનંતના લગ્નમાં રાજનીતિ જમાવડો હતો, ત્યારે રાહુલ ગાંધી શું કરી રહ્યા હતા? જુઓ વીડિયો
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના થયા હતા. લગ્ન બાદ 13 જુલાઈએ અંબાણી પરિવારે એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કર્યું હતું. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને આશીર્વાદ આપવા ઘણા મહેમાનો આવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવા યુગલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાન પરિવાર સાથે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં પહોંચ્યો હતો. કિમ કાર્દશિયન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય જેવા ઘણા સ્ટાર્સે અનંત રાધિકાને આશીર્વાદ આપવા સમારોહમાં હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.