બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 14 July 2024
પ્રેમ ક્યાં સંબંધમાં બંધાય છે? એ તો સંબંધનું પણ સુરસૂરીયું કરી નાખે, નજીકના સગાઓની પ્રેમ કહાની અને ઘેરથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા સુરતમાં પણ પ્રેમમાં પડેલા વેવાઈ અને વેવાણ ઘેરથી ભાગી ગયાં હતા અને હવે યુપીમાં પણ આવો બનાવ સામે આવ્યો છે.
ADVERTISEMENT
વેવાઈને 10 તો વેવાણને 6 બાળકો છે
આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે ભાગી જનાર વેવાઈને 10 અને વેવાણને 6 બાળકો છે.
ADVERTISEMENT
કેવી રીતે પ્રેમમાં પડ્યાં
10 બાળકોના પિતાએ પોતાના એક પુત્રના લગ્ન નક્કી કર્યા હતા. તેણે જે છોકરી સાથે પુત્રના લગ્ન નક્કી કર્યા હતા તેની માતાને જોતાં તે પ્રેમમાં પડ્યો હતો, છોકરીની માતા પણ તેની આવનારી સંપત્તિથી મોહિત થઈ ગઈ. બંનેની આંખો મળી અને પછી હૃદય. ઘરમાં દીકરા-દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પણ અહીં વેવાઈ-વેવાણ વચ્ચે જુદું જ ચાલી રહ્યું હતું. એક દિવસ તકનો લાભ લઈને વેવાઈ પૈસા લઈને વેવાણ સાથે ભાગી ગયો હતો.
તક મળતાં ભાગ્યાં વેવાઈ-વેવાણ
ભાગી જનાર મહિલાના પતિએ તેના વેવાઈ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેની પુત્રી અને વેવાઈના પુત્ર વચ્ચે સંબંધ નક્કી થયા હતા. બંનેના લગ્ન 17 જૂનના રોજ થયા હતા. વેવાઈ ક્યારે પત્નીના પ્રેમમાં પડ્યો તેનો કોઈને ખ્યાલ જ ન રહ્યો અને એક દિવસ તક મળતાં તેઓ ભાગી ગયાં હતા. તેમણે બન્નેએ લગ્ન પણ કરી લીધાં હોવાનું કહેવાઈ રહ્યું છે આ દરમિયાન ઘરના તેમને શોધી રહ્યાં છે. આ ઘટના બાદ છોકરા-છોકરીના લગ્ન પણ બંધ રાખવામાં આવ્યાં છે.
હરદોઈમાં વેવાણ-વેવાણે ટ્રેન નીચે પડતું મૂક્યું
હરદોઈમાં પ્રેમમાં પડેલા વેવાઈ અને વેવાણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. તેઓ બન્ને એક મહિના પહેલા ઘેરથી ભાગી ગયા હતા પરંતુ સમાજ તેમના સંબંધો નહીં સ્વીકારે એવું માનીને ટ્રેન નીચે કપાઈને મરી ગયા હતા.
બહાનું કાઢીને બહાર જઈને હોટલમાં રોકાતા
આ કિસ્સામાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યુ છે કે વેવાઈ અને વેવાણ બહાનું કાઢીને બહાર જતાં અને હોટલમાં એકાંત માણતા હતા. સંબંધ જ્યારે વધારે પાકો થયો ત્યારે તેમણે વિચાર્યું તેઓ એકબીજા વગર જીવી નહીં શકે આથી તેઓ ભાગી ગયા અને ત્યારે પણ મેળ ન પડ્યો ત્યારે ટ્રેન નીચે કૂદીને મરી ગયા. પત્નીના મોત બાદ રામનિવાસ એકલો જ હતો. તેથી તે દીકરીની સાસુ સાથે પ્રેમમાં પડ્યો હતો.
ઘેરથી ભાગીને 1 મહિના બાદ કર્યો આપઘાત
આ આધેડ પ્રેમી યુગલે ઘેરથી ભાગી ગયું હતું પરંતુ તેમને ખબર પડી કે કોઈ તેમનો સંબંધ સ્વીકારવાનું નથી તેથી તેમણે જીવ ટૂંકાવી નાખવાનો નિર્ણય લીધો અને હરદોઈમાં જઈને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.