બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 12 વર્ષની દીકરીને હવસનો ભોગ બનાવનાર સાથે બદલો લેવા કુવૈતથી આવ્યો પિતા, મર્ડર કરી પરત ફર્યો

ખૌફનાક બદલો! / 12 વર્ષની દીકરીને હવસનો ભોગ બનાવનાર સાથે બદલો લેવા કુવૈતથી આવ્યો પિતા, મર્ડર કરી પરત ફર્યો

Last Updated: 09:23 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશમાંથી હત્યાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Kuwait man killed daughter's rapist: હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વિદેશમાં રહેતા પિતાએ પુત્રીના બળાત્કારીની હત્યા કરવા માટે ભારત આવે છે અને બળાત્કારીની હત્યા કરી પાછા વિદેશ પરત ફરે છે. પુત્રીના બળાત્કારીની હત્યા કરી ખૌફનાખ બદલો લેવામાં આવ્યો હતો. આ વ્યક્તિ હત્યા કરવા કુવૈતથી ભારત આવ્યો હતો અને પછી પાછો ગયો અને વીડિયો પોસ્ટ કર્યો છે.

આંધ્રપ્રદેશમાંથી હત્યાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા એક NRI વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જે તેની 12 વર્ષની માસૂમ પુત્રી પર બળાત્કાર કરનાર વ્યક્તિ પાસેથી બદલો લેવા કુવૈતથી ભારત આવ્યો હતો. આ પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને તે કુવૈત પરત ફર્યો. બાદમાં તેણે પોતે જ તેની યુટ્યુબ ચેનલ પર ગુનો કબૂલી લીધો હતો. આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લાનો રહેવાસી આ વ્યક્તિ 15 વર્ષથી કુવૈતમાં કામ કરતો હતો. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

સગાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતુ

આ વ્યક્તિએ વીડિયોમાં સમગ્ર ઘટના વર્ણવી છે. આ વ્યક્તિ લાંબા સમયથી કુવૈતમાં રહે છે. તેની પુત્રી અને પત્ની પણ તેની સાથે રહેતી હતી પરંતુ બાદમાં તેણે તેની પુત્રીને આંધ્રપ્રદેશમાં તેની માસી પાસે મોકલી દીધી હતી. તે તેની પુત્રીના ઉછેર માટે તેના સંબંધીઓને પૈસા પણ આપતો હતો. વ્યક્તિનો આરોપ છે કે તેની પત્નીની બહેન (સંબંધમાં સાળી) અને તેના પતિએ શરૂઆતમાં બાળકની સારી સંભાળ લીધી હતી. બાદમાં તાજેતરમાં જ જ્યારે બાળકીની માતા તેની પુત્રીને મળવા આવી ત્યારે પુત્રીએ જણાવ્યું કે તેની માસીના સસરાએ તેનું યૌન શોષણ કર્યું હતું.

ISI Agent Aamir Hamza killed

પોલીસે FIR દાખલ કરી નથી

આ પછી જ્યારે માતા-પુત્રીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કર્યો, તો પોલીસે તેમ કર્યું નહીં અને ચેતવણી આપીને જ આરોપીઓને છોડી દીધા. વ્યક્તિએ જણાવ્યું કે આ પછી તેણે કાયદો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને કુવૈતથી ભારત આવ્યો. અહીં તેણે પોતાની પુત્રીના બળાત્કારીને લોખંડના સળિયાથી મારી નાખ્યો અને પછી કુવૈત પાછો ફર્યો. પછી ત્યાં જઈને કબૂલાતનો વીડિયો બહાર પાડ્યો.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની સુરક્ષામાં મોટી ચૂક, કાફલામાં આવી ચડયો ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, જુઓ

કુવૈત કેમ પરત ફર્યું?

બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધાઈ ન હોવાનો ઈન્કાર કર્યો છે. તેના બદલે તેમણે કહ્યું કે છોકરીની માતા અને તેની બહેન વચ્ચે પારિવારિક વિવાદ હતો. હવે આરોપી પિતા અલગ જ વાત કહી રહ્યા છે. આ હત્યામાં યુવતીના પિતા ઉપરાંત અન્ય સંબંધીઓ પણ સામેલ છે. તપાસ બાદ ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. તેમજ પોલીસે કહ્યું કે આરોપી પિતા વીડિયો દ્વારા લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તે આત્મસમર્પણ કરવા માંગતો હતો તો હત્યા કરીને કુવૈત પરત કેમ ફર્યો? હવે અમે તેને કુવૈતથી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI Crime News crime News Kuwait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ