વડોદરાના મકરપુરામાં યુવતીને લગ્ન માટે ધમકી આપવામાં આવી છે. લગ્ન ન કરે તો એસીડ છાંટવાની ધમકી બીનિક્ષ હાન્ડ નામના શખ્સે આપી છે. યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની શખ્સ ધમકી આપતો હતો. બીનિક્ષ હાન્ડ અને પિતા દિપેન્દ્ર હાન્ડની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પુત્રને મદદ કરવાના ગુનામાં પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.