બચત / ફાસ્ટેગથી 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ બચશે અને પ્રદૂષણમાં 20 ટકાનો થશે ઘટાડો

 FASTag will save 3.50 lakh hour and its mandatory for all vehicles from Dec 1

1 ડિસેમ્બરથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) 520 ટોલ પર ફાસ્ટેગ શરૂ થઈ જશે. તેનાથી અહીંથી પસાર થતાં લગભગ 70 લાખ વાહનચાલકોને રોજના લગભગ 3.50 લાખ કલાકની બચત થશે. આ સિવાય દર વર્ષે લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ પણ બચશે અને પ્રદૂષણમાં 20% ઘટાડો થશે. દેશભરમાં એનએચએઆઈના 537 ટોલ છે, જેમાંથી 17 કાર્યરત થયા નથી. જેથી 520માં એક લેન સિવાય બધાં પર ફાસ્ટેગ શરૂ થવા જઈ રહ્યું છે. આ લેનમાંથી ફાસ્ટેગ વિનાના વાહન એટલે કે કેશ આપનાર વાહન પસાર થશે. કેશ માટે માત્ર એક જ લેન હોવાની લાંબી લાઈન લાગવી નિશ્ચિત છે.

બ્રેકિંગ ન્યૂઝ