બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Fastagમાંથી વધારે ટોલ ટેક્સ કપાયો? ઉતાવળે ડાયલ કરો આ ટોલ-ફ્રી નંબર, પરત મળશે પૈસા
Last Updated: 08:13 PM, 11 August 2024
NHAI FASTag Rules: વર્તમાન સમયમાં વાહનમાં FASTag હોવું ખૂબ જ જરૂરી છે. જો વાહનમાં ફાસ્ટેગ નથી તો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. આ સાથે ફાસ્ટેગને અપડેટ રાખવું પણ જરૂરી છે. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ 1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે.
ADVERTISEMENT
ફાસ્ટેગમાંથી વધારાના પૈસા કપાયાનો કિસ્સો
ADVERTISEMENT
કેટલીકવાર ટોલ ટેક્ષ પસાહર કર્યા વિના ફાસ્ટેગમાંથી પૈસા કાપવામાં આવે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં ટોલ પ્લાઝા પર એક વખતના બદલે બે વખત ફાસ્ટેગમાંથી પૈસા કાપવામાં આવે છે. પરંતુ આ પૈસા પાછા મેળવવાનો એક રસ્તો પણ છે. તમે ફક્ત એક કૉલ દ્વારા તમારા દ્વારા કાપવામાં આવેલા વધારાના પૈસા પાછા મેળવી શકો છો.
કેવી રીતે પાછા મળે ફાસ્ટેગમાંથી કપાયેલા પૈસા ?
ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ કપાત અથવા વધારાની ચુકવણીના કિસ્સામાં NHAIના ટોલ ફ્રી નંબર 1033 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ નંબર પર કોલ ડાયલ કરીને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે.જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે. તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પરત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 20થી 30 દિવસનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો: SBIની જબરદસ્ત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, માત્ર 500 રૂપિયાથી રોકાણનો મોકો, આવતીકાલે છેલ્લો દિવસ
બેંકનો સંપર્ક કરો
NHAIના હેલ્પલાઇન નંબર સિવાય પૈસા રિફંડ મેળવવાની બીજી રીત છે.જે માટે તમારે તમારા ફાસ્ટેગ જારી કરનાર બેંકનો સંપર્ક કરવો પડશે. બેંક કર્મચારીઓ હેલ્પલાઇન નંબર વિશે માહિતી મેળવવા અને તેમની ફરિયાદ નોંધવા માટે NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન)ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જે પછી જો ફરિયાદ યોગ્ય સાબિત થશે તો પૈસા તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પાછા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT