બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફાસ્ટેગને લઇ જો-જો ક્યારેય પણ આવી ભૂલ કરતા! નહીંતર ટોલટેક્ષ બમણો વસૂલાશે
Last Updated: 12:34 PM, 28 May 2024
NHAI ફાસ્ટેગના માધ્યમથી ટોલ ટેક્સ વસુલે છે. ફાસ્ટેગ, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન પર કામ કરે છે. જો તમારી પાસે પણ કાર છે તો તમને ફાસ્ટેગ સાથે સંબંધિત નિયમો વિશે જરૂર જાણી લેવું જોઈએ. ભારતમાં ચાલતી દરેક કાર પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવું જરૂરી છે. જો કોઈની કારમાં તે નથી લાગેલું તો ટોલ બૂથ પર ડબલ ટોલ ટેક્સ લેવામાં આવે છે.
ADVERTISEMENT
દેશભરમાં હવે એક એપ્રિલથી વન વ્હીકલ વન ફાસ્ટેગને લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકોની વચ્ચે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં તેને લઈને ઘણા સવાલ છે. જાણો તેના વિશે.
ADVERTISEMENT
હકીકતે ફાસ્ટેગ સાથે જોડાયેલા ઘણા ફ્રોડ સામે આવી રહ્યા હતા. ઘણા લોકો બીજા નામથી ફાસ્ટેગ લઈને તેનો ઉપયોગ કરી રહ્યા હતો તો ત્યાં જ ઘણા લોકોની પાસે એકથી વધારે ફાસ્ટેગ હોય છે. તેનો ઉપયોગ પણ તે પોતાની મરજી અનુસાર કરતા હતા.
અમુક લોકો એવા છે જે ફક્ત બતાવવા માટે વિંડ શીલ્ડ પર ફાસ્ટેગનો ઉપયોગ કરતા હતા. જ્યારે બીજુ ફાસ્ટેગ પોતાની પાસે રાખતા હતા. ફાસ્ટેગ સાથે સંબંધિત ફ્રોડને રોકવા માટે જ વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
KYC બાદ કાર્યવાહી
વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમ લાગુ થયા બાદ જેની પાસે એકથી વધારે ફાસ્ટેગ છે. તે તરત બંધ થઈ જશે. એવા લોકોનું ફક્ત એક ફાસ્ટેગ કામ કરશે. એવું એટલા માટે કારણ કે KYC જરૂરી કરી દેવામાં આવ્યું છે. હવે તેના બાદ વગર KYCએ ફાસ્ટેગ એક્ટિવેટ નથી કરી શકાતુ.
માટે KYC થયા બાદ જેમની પાસે એકથી વધારે ફાસ્ટેગ છે તે પોતાની જાતે ડિએક્ટિવેટ થઈ જશે. જો કોઈએ KYC નથી કરાવ્યું તો તેનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. તેના બાદ વાહન ચાલકને ટોલ પર ડબલ ટેક્સ આપવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT